4 જાન્યુઆરી, 1978ના રોજ ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈએ ગાંધીનગરમાં સચિવાલય સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. તેવામાં હવે 46 વર્ષ પછી, ગુજરાત સરકારે સચિવાલય સંકુલને એક નવો લૂક આપવા માટે કવાયત હાથ ધરીદીધી છે. જ્યારે મોરારજી દેસાઈએ 1978માં સચિવાલય સંકુલનો પાયો નાખ્યો હતો, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ આજથી લગભગ 39 વર્ષ પૂર્વે એટલે કે સાત વર્ષ પછી 11 જુલાઈ, 1985ના રોજ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું.
સચિવાલયના નવીનીકરણના તેમના પ્રયાસમાં, ગુજરાત સરકારે રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ્સને એક સલાહકારની ઓળખ કરવા માટે નિર્દેશ આપ્યો છે જે પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ બનાવશે જેમાં સચિવાલય સંકુલના એક્સટિરિયર અને ઈન્ટિરિયર સહિત ઓવરઓલ વિસ્તારનો સમાવેશ થશે.
સરકારના સૂત્રોએ આ અંગે જણાવ્યું કે આગામી ચાર મહિનામાં માસ્ટર પ્લાન પ્રમાણે ડિઝાઈન બનાવી દેવામાં આવશે એવી ગણતરી કરાઈ છે. અને આખો જે પ્રોજેક્ટ છે એનું ફેસલિફ્ટ અને બિલ્ડઅપ અમે આ વર્ષના અંત સુધીમાં પ્લાન કરી રહ્યા છીએ. સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું કે R&B વિભાગની કેપિટલ વર્ક્સ બ્રાન્ચ પ્રોજેક્ટના ઈમ્પ્લિમેન્ટેશન માટે નોડલ એજન્સી રહશે. હવે માસ્ટર પ્લાન તૈયાર થયા પછી પ્રોજેક્ટ ખર્ચની ગણતરી કરવામાં આવશે. સચિવાલય કમ્પાઉન્ડની વાત કરીએ તો ગુજરાત વિધાનસભા, સ્વર્ણિમ સંકુલ 1 અને 2 અને 14 વહીવટી બ્લોક્સ આવેલા છે.
મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓની ઓફિસો ઉપરાંત સચિવાલય કમ્પાઉન્ડમાં રાજ્ય સરકારના 25 વિભાગોના અધિકારીઓનું સ્થળ ઓક્યુપાઈડ છે. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે સચિવાલય સંકુલની અંદરના તમામ બ્લોકના એક્સટિરિયર અને ઈન્ટિરિયરને સંપૂર્ણપણે નવી રીતે બિલ્ડ કરવામાં આવશે. તમામ બ્લોકને નવો સ્વેન્કી લુક મળશે. જ્યારે પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે સચિવાલય સંકુલની અંદરના તમામ બ્લોકનો આંતરિક ભાગ એકસમાન દેખાશે.” આની સાથે પાર્કિંગ સ્લોટ અને ઓપન પ્લેસ સહિત સંકુલના સમગ્ર કમ્પાઉન્ડનું ફેસલિફ્ટ કરી દેવામાં આવશે.