Aapnu Gujarat
ગુજરાત

શ્રમ – રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિવિધ નેશનલ કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા યુવાનોને સન્માનિત કરાયા

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તા. ૧૫ જુલાઈને ‘‘વર્લ્ડ યુથ સ્કીલ ડે’’ -વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે.

વર્ષ ૨૦૨૪ના વિશ્વ યુવા કૌશલ્ય દિવસની થીમ “શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય” છે કે જે શાંતિ નિર્માણ અને સંઘર્ષના નિરાકરણમાં યુવાનોની નિર્ણાયક ભૂમિકા દર્શાવે છે.

વર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આયોજન થાય છે. જે અનુસંધાને રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે તે માટે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રિ ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ મંત્રાલય હસ્તકના નેશનલ સ્કીલ ડેવલેપમેન્ટ કોર્પોરેશન (NSDC), દિલ્હી અને ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનરના સહયોગથી રાજ્ય સરકારના શ્રમકૌશલ્ય  વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન(જી.એસ.ડી.એમ.) દ્વારા એન.એસ.ડી.સી.ની ગાઈડલાઈન મુજબ ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-૨૦૨૪નું ગુજરાત રાજ્યમાં જિલ્લા લેવલઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રાજ્ય કક્ષાનાં ૨૩ પસંદગી પામેલ ઉમેદવારો કે જેઓ નેશનલ કક્ષાએ દિલ્હીકર્ણાટક અને ગુજરાત ખાતે યોજાયેલ અલગ અલગ સ્કીલ સ્પર્ધામાં સહભાગી થયા હતા.

 જેમાં રાજ્ય કક્ષામાં ગુજરાતના ૦૨ સ્પર્ધકોને ગોલ્ડ મેડલ૦૨ સ્પર્ધકોને સીલ્વર મેડલ૦૨ સ્પર્ધકને બ્રોન્ઝ મેડલ તેમજ ૦૭ સ્પર્ધકોને મેડલ ઓફ એક્સેલન્સ એમ કુલ ૧૩ સ્પર્ધકોએ મેડલ પ્રાપ્ત કર્યો છે.

આજે રાજ્ય કક્ષાના ૨૩ વિજેતા ઉમેદવારોને શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ચેક અને પ્રમાણપત્ર તથા ૧૨ ઉમેદવારો કે જે નેશનલ કક્ષાનાં વિજેતાઓને મેડલ અને પ્રમાણપ્રત્ર વિતરણ કર્યા.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીશ્રીમતી અંજુ શર્માનિયામકશ્રીકૌશલ્ય વિકાસ તથા શ્રમ આયુકતશ્રીઅનુપમ આનંદનિયામકશ્રીરોજગાર અને તાલીમસુશ્રી ગાર્ગી જૈન તથા શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

નમાઝની જેમ યોગ પણ મનને શાંત કરે છે

aapnugujarat

કુંવરજી બાવળીયા અખિલ ભારતીય કોળી સમાજમાંથી સસ્પેન્ડ કરાયા

aapnugujarat

વિરમગામમાં સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત મેલેરીયા અંગે પપેટ શો દ્વારા જનજાગૃતિ કરાઇ

aapnugujarat
UA-96247877-1