Aapnu Gujarat
ગુજરાત

ખંભાળિયામાં મેઘરાજાની એન્ટ્રી

દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખંભાળિયામાં ૪ કલાકમાં ૭.૫ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તોરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી થઇ છે.લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહ્યા હતા એવા મેઘરાજાએ રાજ્યમાં કડાકાભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. દેવભૂમી દ્વારકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ખંભાળીયામાં ૪ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે, તો ભાણવડમાં ૨ ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.
ખંભાળિયાના અનેક વિસ્તોરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી થઇ છે. ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વિજલપર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે

Related posts

ફતેવાડી કેનાલ પાસેથી મળેલી લાશ ચાંગોદરની યુવતીની હોવાની પ્રબળ શંકા

aapnugujarat

अहमदाबाद एयरपोर्ट के निजीकरण के विरूद्ध कर्मचारियों का विरोध

aapnugujarat

માંડલ ખંભલાય માતાજી પરિસરમાં આજથી શ્રી લક્ષ્મીજી શ્રી સુક્તમ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ

editor
UA-96247877-1