અમેરિકા ભણવા જવાનો ક્રેઝ ભારતીયોમાં દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ભારતનાં US મિશનમાં સ્ટુડન્ટ વિઝાની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. કારણ કે કોન્સ્યુલર ટીમ ઈન્ડિયાએ ગુરુવારે તેના આઠમાં એન્યુઅલ સ્ટુડન્ટ વિઝા ડે પર 3 હજાર 900 એપ્લિકન્ટ્સના ઈન્ટર્વ્યૂ લીધા હતા. હવે આમ જોવા જઈએ તો છેલ્લા ત્રણ વર્ષમાં યુનાઈટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ભારતથી આવતા સ્ટુડન્ટ્સની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે. તેવામાં 2023 યુએસ મિશન ટુ ઈન્ડિયામાં 2018, 2019 અને 2020ના કમ્બાઈન્ડ ડેટા એકઠા કરીએ તે સંખ્યા કરતા પણ વધારે સ્ટુડન્ટ્સે અપ્લાય કર્યું હતું.
હવે આનાથી આડકતરી રીતે અમેરિકામાં જે સ્ટુડન્ટ વિઝાને લઈને મોટી જાહેરાત કરાઈ હતી એના પર પણ અસર પડી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે અચાનક જ સ્ટુડન્ટ વિઝામાં 400 ટકાનો હાઈક જોવા મળ્યો છે. આનાથી હવે આગામી સમયે અમેરિકાએ કહ્યું હતું કે તેઓ સ્ટુડન્ટ વિઝા અને તેમને સારી એવી ફેસિલિટી પૂરી પાડવામાં ધ્યાન કેન્દ્રિત કરશે એના પર પણ ગ્રહણ લાગી શકે છે. કારણ કે અચાનક જ જો લોકોની એપ્લિકેશન્સ આવવાની વધી જાય તો આનાથી જે છેલ્લા થોડા ઘણા મહિનાઓ પહેલા કરવામાં આવેલી હોય કે પેન્ડિંગ અરજીઓ હોય તેના પર પણ મોટી અસર નોંધાવશે.
આની પહેલાથી જ અમેરિકાને ખાતરી હતી જેથી કરીને ધ US એમ્બસીએ અને કોન્સ્યુલેટ્સે સ્ટુડન્ટ વિઝાની ફેસેલિટીને વધારવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એટલે કે 2024 સ્ટુડન્ટ વિઝાની જે સિઝન છે એના વિસ્તરણની પણ ચર્ચાઓ ચાલી રહી છે અને આગળ મોટો નિર્ણય પણ લેવાઈ શકે એમ લાગી રહ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓની જો ભણતરને લઈને કોઈ પહેલી પસંદ હોય તો તે અમેરિકા છે. 69 ટકાથી વધુ વિદ્યાર્થીઓ એવા છે ભારતમાં જે પહેલી પસંદ તો અમેરિકામાં ભણવામાં જ રાખે છે. તેમને જો ત્યાં ટર્મ અને કંડિશન સેટ ન થાય તો બીજા દેશમાં જઈને ભણવાનું પ્લાનિંગ તેઓ કરતા હોય છે. અમેરિકાના વિઝાનાં કેટલાક ડેટા પર નજર કરીએ તો તથા રિયલ વર્લ્ડ એક્સપેરિયન્સ જોઈએ તો મોટાભાગનાં ઈન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ ભારતનાં જ હોય છે અને પ્લેસમેન્ટમાં પણ ભારતીય વિદ્યાર્થીઓને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે.
અમેરિકાનાં એમ્બેસેડર એરિક ગેરસેટ્ટીએ કહ્યું કે પ્રત્યેક ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ અમેરિકાના કેમ્પસને રિપ્રેઝેન્ટ કરે છે. તેમની આગમી શૈલી અને શીખવાની ધગસ તથા એ જ્યાં જ્યાં પ્લેસમેન્ટ લઈને નોકરી કરે છે ત્યાં કેમ્પલનું નામ પણ રોશન કરે છે. તેવામાં ભારતના સ્ટુડન્ટ્સની વાત કરું તો તેમની પાસે અનોખો પાવર હોય એમ લાગી રહ્યું છે. તેમની પાસે નવી સ્કિલ્સ છે જેને અમેરિકામાં વધારે ઘડતર મળશે અને નવી નવી તક પણ તેમને મળશે. તેમની કારકિર્દીમાં ઈન્વેસ્ટ કરવાની અમેરિકામાં પણ સુવર્ણ તક છે એટલું જ નહીં દરેક ભારતીય સ્ટુડન્ટ ભારતનો એમ્બેસેડર છે.