Aapnu Gujarat
ગુજરાત

કાંકરિયામાં બાલવાટિકાની શકલ અને સુરત બદલાશે

અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે આવેલા કાંકરિયા લેક ફ્રન્ટ આજે સમગ્ર વિશ્વના નકશામાં અંકિત થયું છે. ત્યારે કાંકરિયા લેક ફ્રન્ટના મોરપીંછમાં વધુ એક આકર્ષણ ઉમેરાવવા જઇ રહ્યું છે. કાંકરિયા લેક ફ્રેન્ટ ખાતે અનેક વિવિધ એક્ટિવિટી કરવામાં આવે છે. ત્યારે નાના બાળકોથી લઇ સૌ કોઇ માટે કાંકરિયા ખાતે આવેલું બાલવાટિકા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. બાલવાટિકમાં વધુ સુવિધા અને નવા રંગ પુરવાની સાથે રિ ડેવલપમેન્ટ કરવામાં આવશે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કાંકરિયા તળાવ અને કાંકરિયા લેક ફ્રન્ટનું નવનિર્માણ કરી આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ કરવામાં આવેલ છે. જેમાં કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લેતા નાના ભુલાકાઓ, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ યુવાનો અને વૃદ્ધો તમામ ઉંમરના લોકોને આકર્ષે એવા અનેક આકર્ષણો ઉમેરો સમયાતંરે કરવામાં આવેલ છે.બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે માટે કાંકરિયા પરિસરમાં બનાવવામાં આવેલ બાલવાટિકા ઘણા સમયથી ચાલતી હોવાથી તેનું માળખાકિય રિડેવલમેન્ટ કરી નવીનિકરણ કરવામાં આવશે. જેમાં કાંકરિયા પરિસરની મુલાકાતે આવતા નાના ભુલકાઓ, યુવાનો, વૃદ્ધો સૌને આકર્ષે તેવા નવીન આકર્ષો ઉમેરવા અર્થે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે બાલવાટિકાનું મોર્ડનાઇઝેશન અને અપગ્રેડશન સાથે નવી એક્ટિવિટીઝ બનાવવા જરૂરી ટેન્ડર કાર્યવાહ હાથ ધરી ખાનગી એજન્સીને કામગીરી સોપવામાં આવેલ છે. એજન્સી દ્વારા બાલવાટિકાની હયાત એક્ટિવિટીઝમાં જરૂરી સુધારા કરવામાં આવશે. ઉપરાંત લેઝી રિવર, રોબોટીક ડાયનોપાર્ક, ટ્રાફિક પાર્ક, ગ્લા હાઉસ, મીરર હાઉસ, સ્નો પાર્ક, વેક્સ મ્યુઝિયમ વગેરે જેવા નવીન આકર્ષણો ઉમેરવામાં આવશે. એજન્સી દ્વારા કામગીરી સોંપ્યાના એક વર્ષમાં નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર બાદ બાલવાટિકા મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લુ મુકવામાં આવશે. આજે કાંકરિયા તળાવ માત્ર અમદાવાદ નહીં પણ દેશ વિદેશ સુધી તેની ઓળખ ઉભી થઇ છે.
વર્ષમાં અંતમાં આયોજીત કાંકરિયા કાર્નિવલ આજે સૌ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વર્ષે દહાડે લાખો પ્રવાસીઓ કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લે છે, ત્યારે બાલવાટિકાનું રિડેવલમેન્ટ વધુ એક આકર્ષણ બનશે.
એજન્સી દ્વારા બાલવાટિકાની હયાત એક્ટિવિટીઝમાં જરૂરી સુધારા કરવામાં આવશે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે માટે કાંકરિયા પરિસરમાં બનાવવામાં આવેલ બાલવાટિકા ઘણા સમયથી ચાલતી હોવાથી તેનું માળખાકિય રિડેવલમેન્ટ કરી નવીનિકરણ કરવામાં આવશે. કાંકરિયા પરિસરની મુલાકાતે આવતા નાના ભુલકાઓ, યુવાનો, વૃદ્ધો સૌને આકર્ષે તેવા નવીન આકર્ષો ઉમેરવા અર્થે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે બાલવાટિકાનું મોર્ડનાઇઝેશન અને અપગ્રેડશન સાથે નવી એક્ટિવિટીઝ બનાવવા જરૂરી ટેન્ડર કાર્યવાહ હાથ ધરી ખાનગી એજન્સીને કામગીરી સોપવામાં આવેલ છે. નાના બાળકોથી લઇ સૌ કોઇ માટે કાંકરિયા ખાતે આવેલું બાલવાટિકા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

Related posts

कांग्रेस ने ८ बागी विधायकों को ६ साल के लिए सस्पेन्ड किया

aapnugujarat

ભાવનગરમાં રસીકરણ પ્રોત્સાહન માટે અનોખો પ્રયોગ

editor

હિંમતનગર ડેન્ગ્યુના સકંજામાં

aapnugujarat
UA-96247877-1