નરેન્દ્ર મોદી સળંગ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે આજે શપથ લઈ રહ્યા છે અને જેમને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેવા સાંસદોને ફોન કરવામાં આવ્યા છે. મોદીની ગઈ સરકારમાં મોટા નામ ગણાતા હતા તેવા લગભગ ૨૦ લોકોને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળવાનું નથી. તેમાંથી કેટલાક લોકો ચૂંટણીમાં હારી ગયા છે જ્યારે કેટલાકને અલગ કારણોથી પડતા મૂકવામાં આવ્યા છે. કેટલાકને આ વખતે ચૂંટણી લડવા માટે ટિકિટ જ નહોતી મળી. સ્મૃતિ ઈરાનીથી લઈને અનુરાગ ઠાકુર સુધીના નામ આ વખતે મંત્રીમંડળમાં સામેલ નહીં હોય. કેટલાક એવા નેતાઓ છે જેમને ટિકિટ મળી અને ચૂંટણી જીતી પણ ગયા, પરંતુ તેમને કમસે કમ હાલમાં કેબિનેટથી દૂર રાખવામાં આવ્યા છે.બીજી તરફ સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, સાધ્વી નિરંજન, આરકે સિંહ, અર્જુન મુંડા, નિશીથ પ્રામાણિક, અજય મિશ્રા ટેની, સુભાષ સરકાર, ભારતી પંવાર, રાવ સાહેબ દાનવે અને કપિલ પાટીલ આ વખતે ચૂંટણી હારી ગયા છે તેથી સરકારમાં સામેલ નથી.
પરંતુ અજય ભટ્ટ, અનુરાગ ઠાકુર અને નારાયણ રાણે એવા નેતાઓ છે જેઓ પોતપોતાની બેઠકો જંગી મતોથી જીતી છે. આમ છતાં પણ તેમને કેબિનેટમાં રાખવામાં આવ્યા નથી. આ વખતે મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ, જનરલ વી કે સિંહ, જોન બાર્લા અને અશ્વિની ચૌબેને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. મોટા નામોની વાત કરવામાં આવે તો આ વખતે સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, રાજીવ ચંદ્રશેખર, અજય મિશ્રા ટેની, જનરલ વીકે સિંહ, અશ્વિની ચૌબે અને નારાયણ રાણેને સામેલ નહીં કરાય. આ વખતે ભાજપને એકલા હાથે બહુમતી નથી મળી. તેથી એનડીએના સહયોગી દળોને પણ મંત્રીમંડળમાં સામેલ કરવા પડે તેમ છે. સ્મૃતિની જેમ રાજીવ ચંદ્રશેખર પણ હારી ગયા છે. એનડીએના સાથીપક્ષોમાં ટીડીપી અને જેડીયુને મંત્રાલયો આપીને રાજી કરવા પડે તેમ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આવનારો સમય પીએમ મોદી માટે કપરો રહેશે તેમ પોલીટીકસના જાણકારોનું માનવું છે.
પાછલી પોસ્ટ