Aapnu Gujarat
મનોરંજન

આલિયા ભટ્ટ યશરાજ કેમ્પની સ્પાય યુનિવર્સમાં નજરે પડશે

આલિયા ભટ્ટ યશરાજ ફિલ્મ્સ સ્પાય યુનિવર્સની ફિલ્મ માટે ઘણી ઉત્સુક છે. તેના માટે તે ઘણી મહેનત કરી રહી છે. દીપિકા પાદૂકોણ અને કેટરિના કૈફ પછી આલિયા પણ આ ફ્રેન્ચાઇઝીનો ભાગ બની ગઈ છે. જોકે, આલિયાની ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ થયું નથી, પરંતુ તેના રોલ વિશેનું રહસ્ય ખુલી ગયું છે. અવારનવાર આ ફિલ્મ વિશે ચર્ચા થઈ રહી છે ત્યારે હવે દરેક સ્ટાર આ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા માગે છે. આલિયાની આ ફિલ્મ સતત લાઇમલાઇટમાં છવાયેલી છે.
આલિયાના ફૅન્સની પણ આ ફિલ્મ અંગેની દરેક અપડેટ પર નજર છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ આલિયા ભટ્ટ સ્પાય યુનિવર્સના આગળના ભાગમાં એક અંડરકવર એજન્ટનો રોલ કરશે. આ ફિલ્મના પ્રોડ્યુસર આદિત્ય ચોપડા અને ડિરેક્ટર શિવ રવૈલ બંને આ ફિલ્મનું શિડ્યુલ બનાવવામાં વ્યસ્ત છે. તેના માટે અંધેરીમાં આવેલા યશરાજ સ્ટુડિયોમાં એક મહિનાના શૂટની તૈયારીઓ ચાલી રહી છે. આ ફિલ્મમાં આલિયા એક્શન સીકવ્ન્સ કરતી પણ જોવા મળશે. સૂત્રો દ્વારા રસપ્રદ માહિતી મળી છે કે આ ફિલ્મમાં આલિયાની એન્ટ્રી જ એક એક્શન સીન સાથે કરવામાં આવશે. એક અહેવાલ મુજબ આલિયાના સેટ પર પહેલાં જ દિવસે એક જોરદાર એક્શન સીન શૂટ કરવામાં આવશે. જ્યારે શરવરી વાઘ આ ફિલ્મમાં આલિયાની બહેનનો રોલ કરશે. આ ફિલ્મના પહેલાં શિડ્યુલમાં જ ઘણી એક્શન સિક્વન્સ શૂટ કરવામાં આવશે. આલિયાની એન્ટ્રીના સીનનું શૂટ થઈ જાય પછી શરવરીનું કામ શરૂ થશે. ત્યાર બાદ બાકીના વધારે મહત્વના એક્શન સીન શૂટ કરવામાં આવશે. ફિલ્મના સેટ પરથી પણ કંઈ જ લીક ન થાય તે માટે આદિત્ય ચોપડાએ ટાઈટ સિક્યોરિટીની વ્યવસ્થા કરી છે.
આ સિવાય આ શૂટ દરમિયાન સેટ પર પણ મર્યાદીત ક્રૂ સાથે જ કામ કરવામાં આવશે. મુંબઈ સિવાય આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં પણ કરવામાં આવશે, જ્યાં આલિયા પોતાના મિશન માટે ગઈ હોવાનું દર્શાવાશે. એવું કહેવાઇ રહ્યું છે કે આ ફિલ્મમાં અનિલ કપુર પણ હોઈ શકે છે. બની શકે કે તેમને આલિયાના મેન્ટરના રોલમાં દર્શાવાય. હાલ આલિયા આ ફિલ્મના એક્શન સીન માટે ઇન્ટરનેશનલ એક્શન કૉરિયોગ્રાફર પાસેથી ચાલીમ લઈ રહી છે.

Related posts

જેક્લીન સાથે ફિલ્મમાં કાર્તિક આર્યન નહીં દેખાય

aapnugujarat

સની દેઓલની નવી ફિલ્મ ૧૯મી ઓક્ટોબરે રિલિઝ

aapnugujarat

टीवी को वेब से कड़ी टक्कर मिल रही है : हितेन तेजवानी

editor
UA-96247877-1