Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પોર્ટુગલે ઈમિગ્રેશન નિયમો કડક બનાવ્યા

હાલમાં વિશ્વના મોટા ભાગના દેશો પોતાને ત્યાં લીગલ અને ઈલીગલ એમ બંને પ્રકારના ઈમિગ્રન્ટ્‌સ પર નિયંત્રણ મૂકવા માટે તેમના ઈમિગ્રેશન અને વિઝા નિયમોને કડક બનાવી રહ્યા છે. જેમાં હવે તેમાં પોર્ટુગલનો પણ ઉમેરો થયો છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે જેવા દેશોએ પહેલાથી જ પોતાના ઈમિગ્રેશન નિયમો કડક બનાવી દીધા છે, જ્યારે અમેરિકામાં પણ આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં ઈમિગ્રેશન મહત્વનો મુદ્દો બની ગયો છે. પોર્ટુગલ પણ હવે આ યાદીમાં જોડાઈ ગયું છે. હવે મોટા ભાગના ફોરેનર્સને પોર્ટુગલમાં પ્રવેશતા અને ત્યાં રહેતા પહેલા વર્ક વિઝા મેળવવાની જરૂર પડશે. પોર્ટુગલમાં વિદેશી રહેવાસીઓની સંખ્યા ૨૦૨૩માં ૩૩ ટકા વધીને ૧૦ લાખ થઈ હોવાથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સંખ્યા દેશની કુલ વસ્તીના લગભગ ૧૦ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.અગાઉ જે વિદેશીઓ ટૂરિસ્ટ વિઝા પર પોર્ટુગલમાં આવ્યા હોય અને તેમને નોકરી મળે તો તેઓ રેસિડન્સ પરમિટ માટે અરજી કરી શકતા હતા. જોકે, હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવા નિયમો હેઠળ ભારતીયો સહિત મોટા ભાગના વિદેશીઓએ આગમન પહેલા પોર્ટુગીઝ કોન્સ્યુલેટમાં વર્ક વિઝા માટે અરજી કરવી પડશે. પ્રેસિડેન્સી મિનિસ્ટર એન્ટોનિયો લેઈટાઓ અમારોએ જણાવ્યું હતું કે, પોર્ટુગલને રેગ્યુલેટેડ ઈમિગ્રેશનની જરૂર છે. દેખરેખ વગરના નિયમોથી ઘણા ઈમિગ્રન્ટ્‌સને અવગણના અને અપમાન સહન કરવું પડે છે. સરકાર સરહદ નિયંત્રણ વધારવા અને સ્ટાફની ભરતરી કરીને તથા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવીને ૪,૦૦,૦૦૦થી વધુ વિઝા અરજીઓના બેકલોગને સમાપ્ત કરવાની યોજના પણ ધરાવે છે. આ અંગે યુનિવર્સિટી લિવિંગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ફાઉન્ડર સૌરભ અરોરાએ જણાવ્યું હતું કે, આ ફેરફારોનો ઉદ્દેશ્ય નિયંત્રિત ઈમિગ્રેશનને સુનિશ્ચિત કરવાનો છે, કારણ કે પોર્ટુગીઝ સરકાર માને છે કે દેખરેખ વિનાના નિયમો ઘણા ઈમિગ્રન્ટ્‌સને અનિશ્ચિતતા અને પડકારજનક પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે.પોર્ટુગલની સરકાર ઈમિગ્રેશન નિયમોને કડક બનાવવાની યોજના ધરાવે છે અને હવે પોર્ટુગલમાં રહેવા અને કામ કરવાનું લક્ષ્ય રાખનારાઓ માટે વધુ વ્યાપક આયોજન અને તૈયારીની જરૂર પડશે. જે ભારતીયો નોકરી શોધી રહ્યા છે તેમણે કોન્સ્યુલેટ પ્રક્રિયા માટે સંપૂર્ણ તૈયારી કરવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેમના તમામ ડોક્યુમેન્ટ્‌સ વ્યવસ્થિત હોય. પોર્ટુગલમાં વર્ક વિઝા મેળવવા માટે થતાં ખર્ચ અંગે જણાવ્યું હતું કે, પોર્ટુગલમાં પ્રવેશવા અને રહેવા માટેની મુખ્ય ફીમાં ટેમ્પરરી વિઝા માટે ૯૦ યુરો એટલે કે અંદાજીત ૮,૧૮૬ રૂપિયા, વર્ક રેસિડેન્સ પરમિટની અરજી સબમિટ કરવા માટે ૮૩ યુરો એટલે કે અંદાજીત ૭,૫૫૦ રૂપિયા અને વર્ક રેસિડેન્સ પરમિટ કલેક્ટ કરવા માટે ૭૨ યુરો એટલે કે અંદાજીત ૬,૫૪૯ રૂપિયાનો સમાવેશ થાય છે. એમ્પ્લોયમેન્ટ અને પ્રોજેક્ટ વિઝાની ફી તેના સમયગાળાના આધારે અલગ-અલગ હોય છે.હાલમાં પોર્ટુગલમાં આઠ સેક્ટર્સમાં કુલ મળીને ૫૮,૦૦૦ નોકરીઓ ખાલી છે. આ આઠ સેક્ટર્સમાં ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી, મેટાલર્જિક અને મેટલનેટવર્કિંગ ઈન્ડસ્ટ્રીઝ, હેલ્થ કેર, ટૂરિઝમ અને હોસ્પિટાલિટી, એગ્રિકલ્ચર અને કન્સ્ટ્રક્શન સામેલ છે. જોકે, તેમણે કહ્યું હતું કે, પોર્ટુગલમાં કામ શોધવું પડકારજનક હોઈ શકે છે, જેમાં ત્રણમાંથી એક વિદેશી પોર્ટુગલના જોબ માર્કેટ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરે છે. જોકે, ૭૮ ટકા એક્સપટ્‌ર્સનું કહેવું છે કે ત્યાં મળતી આવક લોકોને તેમની ઈચ્છિત જીવનશૈલીને સમર્થન આપે છે. આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં કામ કરવાનો અને ડિજિટલ નોમાડ વિઝા માટે અરજી કરવાનો વિકલ્પ પોર્ટુગલમાં માઈગ્રેટ કરવાનું વિચારી રહેલા લોકો માટે વધુ સુગમતા પ્રદાન કરે છે. સમાન દેશોની તુલનામાં પોર્ટુગલ તેની આવકારદાયક સંસ્કૃતિ, ઓછી કોસ્ટ ઓફ લિવિંગ અને જીવનની ઉચ્ચ ગુણવત્તા માટે તેને અલગ પાડે છે.

Related posts

સાઉદી અરબે લાદયો ભારતીયો પર માથા દીઠ માસિક વેરો

aapnugujarat

2020 में सबसे ज्यादा पाकिस्तान में महंगाई : SBP

editor

उ. कोरिया ने छोटी दूरी की दो बैलिस्टिक मिसाइलें दागीं : द. कोरिया

aapnugujarat
UA-96247877-1