Aapnu Gujarat
રાષ્ટ્રીય

નરેન્દ્ર મોદી ત્રીજીવાર બન્યા દેશના વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ આજે દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જવાહરલાલ નહેરૂ બાદ નરેન્દ્ર મોદી બીજા એવા નેતા છે કે જેઓ સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા છે. પીએમ મોદીની ત્રીજી ટર્મમાં સાથી પક્ષોની ભૂમિકા પણ ખાસ્સી મહત્વપૂર્ણ રહેવાની છે ત્યારે કેબિનેટમાં કોણ હશે અને કોની એક્ઝિટ થશે તેની પણ જોરદાર અટકળો હતી. નવી સરકારમાં રાજનાથ સિંહ નંબર ટૂ રહેશે જ્યારે રાજનાથ પછી અમિત શાહ અને ત્યારબાદ નીતિન ગડકરીએ શપથ ગ્રહણ કર્યા હતા. મોદી 3.0માં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાને પણ સ્થાન મળ્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને ભાજપના સિનિયર નેતા શિવરાજસિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં 2024માં થયેલી વિધાનસભા ચૂંટણી શિવરાજ નહોતા લડ્યા પરંતુ ભાજપે તેમને લોકસભાની ટિકિટ આપી હતી અને એમપીમાં ભાજપે જ્વલંત દેખાવ જાળવી રાખ્યો હતો જેનું શિવરાજને ઈનામ મળ્યું છે.

નરેન્દ્ર મોદીએ પોતાની ત્રીજી ટર્મમાં નિર્મલા સિતારમણને પણ જાળવી રાખ્યા છે, આ ઉપરાંત એસ. જયશંકરને પણ રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે સીએમમાંથી કેન્દ્ર સરકારમાં મંત્રી બનનારા શિવરાજસિંહ ચૌહાણ બાદ મનોહરલાલ ખટ્ટર બીજા નેતા બન્યા છે. મનોહરલાલ હરિયાણાના પૂર્વ સીએમ છે, હરિયાણામાં આ જ વર્ષમાં ચૂંટણી થવાની છે અને ભાજપની સ્થિતિ હાલ નબળી છે ત્યારે મનોહરલાલને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવાનો નિર્ણય ઘણો જ સૂચક છે.

પીએમ મોદી સહિત ભાજપના કુલ નવ નેતાઓના શપથ બાદ એનડીએના સાથી પક્ષ જેડીએસના નેતા કુમારસ્વામીએ શપથગ્રહણ કર્યા હતા. કુમારસ્વામીના ભત્રીજા પ્રજ્વલ્લ રેવન્ના ચૂંટણી પહેલા જ પોતાની કથિત સેક્સ ક્લિપ્સને કારણે વિવાદમાં આવ્યો હતો તેમજ લોકસભા ચૂંટણીમાં પણ તેની હાર થઈ હતી, આ કેસમાં વિદેશ ભાગી ગયા બાદ પાછો ફરેલો પ્રજ્વલ્લ હાલ જેલમાં છે.

નરેન્દ્ર મોદી સરકારમાં અગાઉ પણ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા ધર્મેન્દ્ર પ્રધાનને પણ કેબિનેટમાં રિપીટ કરવામાં આવ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાનને ઓડિશાના સીએમ બનાવાશે તેવી અટકળો હતી પરંતુ તેમણે કેન્દ્રિય મંત્રી તરીકે શપથ લેતા જ આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

મોદી સરકારના મહત્વપૂર્ણ સાથી પક્ષ નીતિશ કુમારના એક સમયના રાજકીય પ્રતિદ્વંદી તેમજ બિહારના પૂર્વ સીએમ રહી ચૂકેલા જિતનરામ માંઝીને પણ સરકારમાં સ્થાન મળ્યું છે. હિન્દુસ્તાની આવામ મોરચાના સ્થાપક જિતનરામ માંઝી દલિત નેતા છે અને ગયા લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે. માંઝી ઉપરાંત જેડીયુના નેતા રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે પણ આજે શપથગ્રહણ કર્યા હતા. ત્યારબાદ ભાજપના સાંસદો સર્વાનંદ સોનોવાલ તેમજ ડૉ. વિરેન્દ્ર કુમારે શપથ લીધા હતા.

Related posts

देश में बीते 24 घंटों में सामने आए कोरोना संक्रमण के 36,652 नए मरीज

editor

AN-32 IAF aircraft with 13 on-board missing after taking off from Assam’s Jorhat

aapnugujarat

ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં લઠ્ઠાકાંડ : ૨૦ના મોત

aapnugujarat
UA-96247877-1