Aapnu Gujarat
રાષ્ટ્રીય

શ્રીનગરમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો : 10 મોત

નવી દિલ્હીમાં પીએમ મોદી અને નવી કેબિનેટના શપથગ્રહણ સમારોહ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં 10 લોકોનાં મૃત્યુ થયાં છે, તો 33 ઘાયલ થયા છે. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં પૌતી વિસ્તારમાં રવિવારે સંદિગ્ધ આતંકવાદી ગોળીબાર બાદ તીર્થયાત્રીઓ ભરેલી અને શિવ ખોડીથી કટરા જતી એક બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બનાવની રિયાસી જિલ્લાના ડીસી વિશેષ મહાજન અધિકારી દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. ઘટનાસ્થળે ગોળીઓની કાર્ટિઝ પણ બરામદ થઈ છે. જેનાથી આતંકી ગોળીબાર થયો હોવાની પુષ્ટિ થઈ હતી. રાજૌરી, પૂંચ અને રિયાસીના વિસ્તારોમાં છુપાયેલા આતંકીઓએ હુમલો કર્યો હોવાનું મનાય છે. શરૂઆતી જાણકારી અનુસાર શ્રી શિવ ખોડી મંદિર જઈ રહેલા તીર્થયાત્રીઓની બસ ઉપર પોની વિસ્તારમાં તેરયાથ ગામમાં હુમલો થયો હતો. આ બનાવ બાદ બચાવ અભિયાન શરૂ કરી દેવાયું છે. સેના, પોલીસ અને અર્ધસૈનિક દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા હતા. રિયાસી જિલ્લાના કંદા વિસ્તારમાં આતંકવાદીઓએ બસ ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં ડ્રાઈવરને ઈજા પહોંચી હતી અને બસ ઉપરથી અંકુશ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ  ખીણમાં  ખાબકી હતી. બનાવમાં 10 લોકોના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતા. જ્યારે અમુક લોકો ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા છે. બસમાં સવાર અન્ય યાત્રીઓને બચાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. બસ શ્રદ્ધાળુઓને લઈને શિવ ખોડી મંદિર જઈ રહી હતી. શિવ ખોડી મંદિર માતા વૈષ્ણો દેવીનો બેસ કેમ્પ છે. આ અગાઉ ચાર મેના  એરફોર્સના જવાનો ઉપર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો. હકીકતમાં હુમલામાં પાંચ જવાન ઘાયલ થયા હતા. જેને એરલિફ્ટ કરીને ઉધમપુર હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. ઈલાજ દરમિયાન એક જવાનનું મૃત્યુ થયું હતું. આ હુમલો પુંચના શાહસિતાર  વિસ્તારમાં થયો હતો. આતંકીઓએ સુરક્ષા દળોના બે વાહનો ઉપર ભારે ગોળીબાર કરી દીધો હતો. જેમાંથી એક વાહન એરફોર્સનું હતું. બન્ને ગાડી સનાઈ ટોપ જઈ રહી હતી.

Related posts

લાભપ્રદ મામલો : પેટાચૂંટણી ઉપર દિલ્હી હાઈકોર્ટે સ્ટે મુક્યો

aapnugujarat

बिलकिस बानो रेप केस में आईपीएस अफसर भगौरा को सुप्रीम कोर्ट से नहीं मिली राहत

aapnugujarat

असम में जापानी इन्सेफलाइटिस का कहर, अब तक ५० की मौत

aapnugujarat
UA-96247877-1