Aapnu Gujarat
રાષ્ટ્રીય

બુમરાહે પલટી બાજી, પાક સામે છ રને દિલધડક જીત

નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની `કપરી’ પીચ પર ભારે દિલધડક બનેલા મુકાબલામાં જસપ્રીત બુમરામ (ત્રણ વિકેટ) સહિત બોલરોના સહિયારા આક્રમણ સામે કમજોર પડેલા પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાએ છ રનથી હાર આપી હતી. ભારતે આપેલા 120 રનના લક્ષ્ય સામે પાક ટીમ 113 રને સીમિત રહી હતી. બુમરાહની બળૂકી બોલિંગ સાથે ચુસ્ત ફિલ્ડિંગના બળે ભારતે રોમાંચક જીત મેળવી હતી. ટી-20 વિશ્વકપના કુલ્લ આઠ મુકાબલામાં ભારતે આજે પાકિસ્તાન સામે સાતમી અને વન-ડે, ટી-20 વિશ્વકપ મળીને 16 મેચમાં 1પમી જીત થઈ હતી. ટીમ ઈન્ડિયાએ 120 રનનું સામાન્ય કહી શકાય તેવું લક્ષ્ય આપ્યા બાદ મેદાન પર ઊતરેલા પાકિસ્તાન વતી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 31 રન કર્યા હતા. બાકીના કોઈ બેટધર ટકી શકયા નહોતા. જસપ્રીતે જમાવટ કરતાં છેલ્લી બે ઓવરમાં 21 રનની જરૂર હતી, ત્યારે 19મી ઓવરમાં માત્ર ત્રણ રન આપીને ઈફ્તિખારની વિકેટ પણ ખેરવી હતી.  અંતિમ ઓવરમાં પાકને 18 રનની જરૂર હતી. અર્શદીપે 11?રન આપ્યા હતા. ભારતે ટી-20માં સૌથી ઓછો સ્કોર કરીને પણ જીત મેળવી હતી. અગાઉ ભારતીય ટીમનો 119 રનમાં ધબડકો થયો હતો. વરસાદને લીધે પિચ વધુ ખતરનાક બની હતી અને આઉટ ફિલ્ડ સ્લો થઇ ગયું હતું. પાકિસ્તાનને ટોસ જીતીને બોલિંગનો ફાયદો મળ્યો હતો. બીજી તરફ ભારતના મોટાભાગના બેટધરો બિનજવાબદારી ભરી બેટિંગ કરી આઉટ થયા હતા. સૌથી વધુ 42 રન ઋષભ પંતે કર્યાં હતા. તેણે 31 દડામાં 6 ચોકકાથી 42 રન કર્યાં હતા. આ દરમિયાન તેના ત્રણ મુશ્કેલ કેચ પાક. ફિલ્ડરોએ પડતા મુકયા હતા. પાકિસ્તાન તરફથી નસીમ શાહે 21 રનમાં 3 અને હારિસ રઉફે પણ 21 રનમાં 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ આમીરને 2 અને શાહિન અફ્રિદીને 1 વિકેટ મળી હતી. ભારતીય ઇનિંગમાં કોઇ મોટી ભાગીદારી પણ થઇ ન હતી. ત્રીજી વિકેટમાં પંત-અક્ષર વચ્ચે 39 અને ચોથી વિકેટમાં પંત-સૂર્યકુમાર વચ્ચે 31 રનની ભાગીદારી થઇ હતી. પાછલા મેચમાં અમેરિકા સામે હારી જનાર પાક. ટીમે આજે ભારત સામે શાનદાર બોલિંગ-ફિલ્ડીંગ કરી વાપસી કરી હતી. એક તબકકે ભારતના 12મી ઓવરમાં 3 વિકેટે 89 રન હતા. ત્યારે પંતે રઉફને એક ઓવરમાં ઉપરા ઉપરી ત્રણ ચોકકા ફટકારી રન રફતાર તેજ કરી હતી. ત્યારે સૂર્યકુમાર યાદવ 7 રને આઉટ થયો હતો અને ભારત ભીંસમાં આવી ગયું હતું અને ભારતની બાકીના 7 વિકેટ 30 રનમાં ગુમાવી દીધી હતી.  વરસાદને લીધે મેચ લગભગ 4પ મિનિટ મોટો શરૂ થયો હતો. ભારતના એક ઓવરમાં વિના વિકેટે 8 રન થયા હતા. ત્યારે ફરી વરસાદને લીધે 1પ મિનિટ સુધી રમત અટકી હતી. આ પછી પાકિસ્તાની બોલર ત્રાટકયા હતા. નસીમ શાહની ઓવરમાં વિરાટ કોહલી ફકત 4 રને રઉફને કેચ આપી આઉટ થયો હતો. આ પછી ભારતીય કપ્તાન રોહિત શર્મા શાહિન અફ્રિદીના દડામાં છકકો મારવાના ચકકરમાં કેચ આઉટ થયો હતો. રોહિતે 12 દડામાં 1 ચોકકા-1 છકકાથી 13 રન કર્યાં હતા. 3 ઓવરની અંદર 19 રનમાં 2 વિકેટ પડી જવાથી અક્ષર પટેલ પીંચ હિટર તરીકે ચોથા નંબર પર પ્રમોટ થયો હતો. પાવર પ્લેની 6 ઓવરમાં ભારતે બે વિકેટ ગુમાવી પ0 રન કર્યાં હતા.ભારત તરફથી તેણે 18 દડામાં 2 ચોકકા-1 છકકાથી 20 રનની ઇનિંગ રમી હતી. શિવમ દૂબે 3, હાર્દિક પંડયા 7, રવીન્દ્ર જાડેજા શૂન્યમાં, અર્શદિપ 9, બુમરાહ ઝીરોમાં આઉટ થયા હતા. મોહમ્મદ સિરાજ 7 રને નોટઆઉટ રહ્યો હતો. 

Related posts

રાહુલ ગાંધી આજથી અમેઠીમાં

aapnugujarat

લિવ ઈનમાં સંમતિથી સંબંધ બનાવવા રેપ નથી : સુપ્રિમ

editor

17वीं बिहार विधानसभा का पहला सत्र 23 से 27 नवंबर तक

editor
UA-96247877-1