Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઈઝરાયલને યુનોએ કર્યું બ્લેક લિસ્ટ

ગાઝામાં થયેલા હુમલાઓ વચ્ચે ઇઝરાયલ પર માનવાધિકાર ભંગના આરોપોને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્ર (યુનો)એ તેને બ્લેકલિસ્ટ કરી દીધું છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ ઈઝરાયલ સિવાય સંયુક્ત રાષ્ટ્રએ હમાસ અને પેલેસ્ટિનિયન જેહાદને `િલસ્ટ ઓફ શેમ’ (શરમજનક યાદી)માં સામેલ કર્યા છે. યુનોના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના કાર્યાલયે તેના વાર્ષિક અહેવાલ સાથે આ યાદીને ફાઈનલ કરી છે. આ પછી ઇઝરાયલના રાજદૂત ગિલાદ એર્દનને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. યુદ્ધ વચ્ચે ગાઝામાં બાળકો પર થઈ રહેલા અત્યાચારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે ઇઝરાયલ પહેલો લોકતાંત્રિક દેશ છે જે આ યાદીમાં સામેલ કરાયો છે. આ અહેવાલ પર પ્રતિક્રિયા આપતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, `યુનોએ હમાસના વાહિયાત દાવાઓના આધારે આ યાદીમાં અમારું નામ ઉમેર્યું છે. આમ કરીને સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઈતિહાસમાં પોતાને બ્લેકલિસ્ટ કરી દીધા છે. તે આતંકવાદીઓને ઉત્તેજન આપનારા છે. તેઓ ઇઝરાયલ સામે નફરતને પ્રોત્સાહન આપી રહ્યા છે.’ નેતન્યાહૂએ કહ્યું, `ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ સમગ્ર વિશ્વમાં સૌથી માનવીય સેના છે. યુનોનો કોઈ નિર્ણય આ વાસ્તવિકતાને બદલી શકે નહીં.’ બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના પ્રતિનિધિ રિયાદ મન્સૂરે કહ્યું છે કે, ઇઝરાયલને લિસ્ટ ઓફ શેમમાં સામેલ કરવાથી તે બાળકોને બીજું જીવન નહીં મળે, જેઓ ઈઝરાયલ હુમલામાં મૃત્યુ પામ્યા છે. તેમ છતાં, ઇઝરાયલના અત્યાચારો સામે વિરોધ નોંધાવવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ઈઝરાયલ અને હમાસ સિવાય અત્યાર સુધી રશિયા, અફઘાનિસ્તાન, ઈરાક, મ્યાનમાર, સીરિયા, યમન, સોમાલિયા, આઈએસઆઈએસ અને અલકાયદાનાં નામ યુએનની યાદીમાં સામેલ છે. ગત વર્ષે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન બાળકો પર થયેલા અત્યાચારને ધ્યાનમાં રાખીને રશિયાને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ પહેલાં ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના વિવાદ વચ્ચે યુએનના રિપોર્ટમાં ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી તેઓ આ યાદીમાં ક્યારેય ઉમેરાયા નથી. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, 7 ઓક્ટોબરથી શરૂ થયેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 37 હજાર 700 પેલેસ્ટાઈનનાં મોત થયાં છે, જેમાં 15 હજાર 571 બાળકોનો સમાવેશ થાય છે. યુનોના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ દ્વારા ખોરાક, પાણી, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર પ્રતિબંધના કારણે ગાઝામાં માનવીય સંકટ વધ્યું છે. ગાઝાના ઘણા ભાગોમાં દુકાળનો ભય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, યુનિસેફે અહેવાલ આપ્યો હતો કે 10માંથી નવ પેલેસ્ટિનિયન બાળકો યુદ્ધની વચ્ચે ગંભીર ખોરાકની ગરીબીમાં જીવી રહ્યા છે.

Related posts

US imposes sanctions on 5 companies from China and Russia for supporting Iran’s missile programme

editor

અમેરિકાએ આપ્યાં આતંકીઓની સંપત્તિ જપ્ત કરવાનાં આદેશ

aapnugujarat

Kamla Harisका ट्रंप पर तंज, कहा – वो हमारी मुश्किलों को राजनीतिक हथियार के तौर पर इस्तेमाल करते हैं

editor
UA-96247877-1