Aapnu Gujarat
રમતગમત

ચેમ્પયન્સ ટ્રોફી ક્રિકેટ માટે ન્યુઝીલેન્ડની ટીમ જાહેર

ચેમ્પયન્સ ટ્રોફી માટે આજે ન્યુઝીલેન્ડની ટીમ પણ જાહેર કરવામાં આવી હતી. ન્યુઝીલેન્ડની ટીમમાં હાલમાં ઇજાગ્રસ્ત રહેલા ઝડપી બોલર મિચેલ મેકલાઘન, એડમ મિલાઇન અને ઓલરાઉન્ડર કોરી એન્ડરસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિલાઇન રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે બે મેચો રમી ચુક્યો છે. તે વિકેટ પણ ઝડપી ચુક્યો છે. જ્યારે મેકલાઘન છેલ્લી સિઝનમાં શાનદાર દેખાવ કરવામાં સફળ રહ્યો હતો. ૧૫ સભ્યોની ટીમની આજે જાહેરાત કરવામાં આવી હતી. કેન વિલિયમસનના નેતૃત્વમાં આ ટીમમાં પાંચ સ્પેશિયાલિસ્ટ બેટ્‌સમેનોને સામેલ કરવામાં આવ્યા છે. ચાર ઝડપી બોલરને સામેલ રાખવામાં આવ્યા છે. જ્યારે બે સ્પીનરો રહેશે. ટોમ લાથમને બેક અપ તરીકે રાખવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડના કોચ માઇક હેસને કહ્યુ છે કે ત્રણ ખેલાડી ઇજાગ્રસ્ત હતા પરંતુ તેમના ફિટનેસના ટેસ્ટ થઇ ગયા છે. તમામ ત્રેણય હવે સંપૂર્ણ ફિટ છે. ચેમ્પયન્સ ટ્રોફી માટેની ટીમ સંતુલિત રાખવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.ટીમમાં ચાર ઓલરાઉન્ડર રાખવામાં આવ્યા છે. જેમાં સેન્ટનરનો સમાવેશ થાય છે. વિલિયમસન આંતરરાષ્ટ્રીય મંચ પર હાલમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. ન્યુઝીલેન્ડના તમામ ખેલાડી પણ હાલમાં આઇપીએલ-૧૦માં રમી રહ્યા છે. ન્યુઝીલેન્ડની ટીમ પણ ચેમ્પયન્સ ટ્રોફીમાં એક પ્રબળ દાવેદાર ટીમ તરીકે છે.

Related posts

गोलकीपरों को शिविर से ओलंपिक क्वालीफायर में मदद मिलेगी : श्रीजेश

aapnugujarat

फ्रेंच ओपन में हिस्सा नहीं ले पाएंगे फेडरर

aapnugujarat

કન્ફડરેશન કપ : પોર્ટુગલ-મેક્સિકો વચ્ચે મેચ ડ્રો રહી

aapnugujarat

Leave a Comment

URL