Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

એડલ્ટ સ્ટારને $1.30 લાખ ચૂકવવાના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત ઠર્યા

પોતાના સેક્સ સ્કેન્ડલને ઢાંકવા માટે એક એડલ્ટ સ્ટારને આપેલા 1.30 લાખ ડોલરને કવર-અપ કરવા માટે આચરવામાં આવેલી ગેરીરીતિના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને જ્યુરીએ દોષિત ઠેરવ્યા છે. ટ્રમ્પ પર આ મામલામાં કુલ 34 આરોપ લગાવવામાં આવ્યા હતા, જે તમામમાં તેમને જ્યુરીએ દોષિત ઠેરવ્યા છે અને આ સાથે જ કોઈ કેસમાં કન્વિક્ટ થનારા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા પ્રેસિડેન્ટ બન્યા છે.

ટ્રમ્પે 2016ની ચૂંટણીમાં પોતાની આબરૂ બચાવવા માટે એડલ્ટ સ્ટાર સ્ટોમી ડેનિયલ્સને ચૂપ કરાવવા 1.30 લાખ ડોલર ચૂકવ્યા હતા પરંતુ આ રકમને પોતાના બિઝનેસ એક્સપેન્સમાં બતાવવા માટે ટ્રમ્પે કરેલા ગોટાળા બહાર આવતા તેમના પર મેનહટ્ટનની કોર્ટમાં કેસ ફાઈલ થયો હતો. જોકે, જ્યુરીએ દોષિત ઠેરવ્યાનો મતલબ એ નથી કે ટ્રમ્પને હવે સજા થશે, ટ્રમ્પ જ્યુરીના નિર્ણયને નહીં સ્વીકારે તે નક્કી છે અને હવે આ મામલે કોર્ટમાં સુનાવણી થશે જેમાં કોર્ટ જ્યુરીના નિર્ણયનો રિવ્યૂ કરી ટ્રમ્પને સજાનું એલાન કરશે.

ટ્રમ્પને જેલમાં મોકલવાને બદલે પ્રોબેશન પર રાખવામાં આવે તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત આ કેસમાં કોર્ટનો જે કોઈ ચુકાદો આવે તેનાથી ટ્રમ્પની રાજકીય કારકિર્દી પર અસર નહીં થાય, કારણકે દોષિત ઠર્યા બાદ પણ તેઓ ચૂંટણી લડી શકશે તેમજ પોતાનું પ્રચાર અભિયાન પણ યથાવત રાખી શકશે, પરંતુ કોઈ કૌભાંડમાં દોષિત ઠરેલા એક્સ પ્રેસિડેન્ટને અમેરિકનો ફરી ચૂંટશે કે કેમ તે પણ એક સવાલ છે.
ટ્રમ્પને જ્યુરીએ દોષિત ઠેરવ્યા ત્યારે તેઓ કોર્ટરૂમમાં જ હાજર હતા, જ્યુરીનો નિર્ણય સાંભળતી વખતે તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ પણ જોવા મળી હતી, પરંતુ કોર્ટની બહાર આવીને તેમણે જ્યુરીના ચુકાદાને માનવાનો ઈનકાર કરતા એવું કહ્યું હતું કે ખરો ફેસલો અમેરિકાના લોકો 05 નવેમ્બરના રોજ સંભળાવશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઈલેક્શન માટે 05 નવેમ્બર 2024ના રોજ વોટિંગ થવાનું છે, જેમાં ટ્રમ્પ હાલના પ્રેસિડેન્ટ બાઈડનને બરાબરની ટક્કર આપી રહ્યા છે.

ટ્રમ્પ સામે જ્યોર્જિયા અને વોશિંગ્ટનમાં પણ 2020માં થયેલી ચૂંટણી બાદ હિંસા ભડકાવવાના કેસ ચાલી રહ્યા છે, આ ઉપરાંત ફ્લોરિડામાં પણ તેમના પર ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટ્સ પોતાના ઘરમાં છૂપાવી રાખવાનો કેસ ચાલી રહ્યો છે. જોકે, ન્યૂયોર્કનો કેસ આ બધાથી અલગ હતો કારણકે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી ગોસિપનો વિષય બની ગયા હતા અને એડલ્ટ સ્ટારની ખાસ સેવાઓ લઈને ફસાયેલા ટ્રમ્પની આબરૂના ધજાગરા પણ આ જ કેસને કારણે ઉડ્યા હતા.

Related posts

Extinction Rebellion protests: 280 environmental activists arrested in London

aapnugujarat

फिलीपींस में दो बम धमाकों में 14 की मौत

editor

ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાની શક્તિ ધરાવે છે : અમેરિકા

aapnugujarat
UA-96247877-1