Aapnu Gujarat
રમતગમત

આજે બેંગ્લોર-હૈદરાબાદ વચ્ચે દિલધડક મેચ

આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝ હેદરાબાદ વચ્ચે જારદાર જંગ ખેલાઇ શકે છે. તમામ સ્ટાર ખેલાડી હોવા છતાં બેંગલોરની ટીમનો દેખાવ આઇપીએલમાં કંગાળ રહેતા ચાહકો હેરાન છે. વિરાટ કોહલી, ડિવિયર્સ અને ગેઇલ જેવા ખેલાડી ધરાવતી ટીમ આઇપીએલમાં સૌથી સસ્તામાં ગઇકાલે આઉટ થઇ ગયા બાદ તેની પ્રતિષ્ઠા હવે દાવ પર લાગી ગઇ છે. આરસીબી સાત મેચો પૈકી માત્ર બે મેચો જીતી શકી છે. જ્યારે સનરાઇઝે સાત ૈપકી ચાર મેચો જીતી છે. આઈપીએલ-૧૦ની મેચો ૨૧મી મે સુધી ચાલનાર છે. સન રાઇઝ હૈદરાબાદ વર્તમાન ચેÂમ્પયન ટીમ છે. આઇપીએલ-૧૦ની મેચો દસ શહેરોમાં રમાનાર છે. આઇપીએલ-૧૦માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળે તેવી શક્યતા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. મેચને લઇને ભારે રોમાંચ છે. મેચને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કરોડો ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સુક છે. આઈપીએલની શરૂઆત થયા બાદથી ક્રિકેટ ચાહકો હવે આઠ વાગ્યાથી ટીવી ઉપર ગોઠવાઈ જાય છે. છેલ્લા કેટલાક દિવસથી હાઇ પ્રોફાઇલ મેચોનો દોર ચાલી રહ્યા છે. પાંચમી એપ્રિલના દિવસે આઇપીએલની શરૂઆત કરવામાં આવી હતી. આવતીકાલે રામાનારી મેચમાં રાત્રે આઠ વાગ્યાથી બેંગલોરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. છેલ્લી મેચમાં બિલકુલ કંગાળ દેખાવ કર્યા બાદ બેંગલોરના ખેલાડીઓની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી ગઈ છે અને આવતીકાલે સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા માટે તેમના પર દબાણ છે.
આભાર – નિહારીકા રવિયા

Related posts

India created history, defeated New Zealand by 7 runs to clinch series by 5-0

aapnugujarat

ऊंची रैंकिंग वाली टीमों के खिलाफ अच्छी शुरूआत जरूरी : कप्तान रानी

aapnugujarat

कोहली सबसे तेज ९ हजार रन बनाने वाले बल्लेबाज

aapnugujarat

Leave a Comment

URL