Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

પંજાબમાં એએપીની અનેક સીટ પર ડિપોઝિટ ડુલ થઇ : નવા અહેવાલમાં ધડાકો

કોંગ્રેસ પાર્ટીને હાલમાં યોજાયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર કારમી હારનો સામનો જ કરવો પડ્યો નથી બલ્કે તેમના મોટી સંખ્યામાં ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઇ ગઇ છે. આવી જ Âસ્થતી પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની રહી છે. ભારતીય ચૂંટણી પંચ તરફથી પરિણામને લઇને કરવામાં આવેલા મુલ્યાંકનમાં આ મુજબની વાત સપાટી પર આવી છે. આવી જ રીતે ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોને ૨૦ ટકા સીટ પર તેમની ડિપોઝિટ ગુમાવી દેવાની ફરજ પડી છે. એટલે કે જમા કરવામાં આવેલી રકમ ડુલ થઇ છે. હાલમાં માયાવતીની પાર્ટીની યુપીમાં કારમી હાર થઇ હતી. તેની સીટની સંખ્યા ઘટીને માત્ર ૧૯ થઇ ગઇ છે. અત્રે નોંધનીય છે કે જા કોઇ ઉમેદવારને પોતાના મતવિસ્તારમાં કુલ પડલા મત પૈકી છઠ્ઠા હિસ્સાના પણ મત મળતા નથી તો ડિપોઝિટ ડુલ થઇ જાય છે અથવા તો તેમની જમા રકમ જતી રહે છે. ઉત્તરપ્રદેશમાં ૨૦૧૨ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને વધારે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ ૨૦૧૨માં ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ૩૫૫ સીટ પર મેદાનમાં હતી જે પૈકી ૨૪૦ સીટ પર ડિપોઝિટ ગુમાવવી પડી હતી. આ વખતે કોંગ્રેસ પાર્ટી ૧૧૪ સીટ પર મેદાનમાં હતી. જૈ પાકી ૨૯ સીટ પર તેના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી દીધી છે. જે સાબિત કરે છે કે પાર્ટીની Âસ્થતી ઉત્તરપ્રદેશમાં વધારે ખરાબ થઇ રહી છે. આ ઉપરાંત આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે એકબીજાને વોટ ટ્રાન્સફર કરવાની વાત આવે છે ત્યારે કદાચ સમાજવાદી પાર્ટી ગઠબંધને આ પ્રશ્નો યોગ્ય રીતે કામ કર્યુ નથી. સમાજવાદી પાર્ટી ૩૧૧ સીટ પર ચૂંટણી મેદાનમાં હતી. જે પૈકી તેને ૨૮ ટકા મત મળ્યા છે. જે પાર્ટીને ૨૦૧૨માં મળેલા ૨૯ ટકા મત કરતા ઓછા છે. વર્ષ ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યોહતો. પરંતુ હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં તેની હાલત કફોડી રહી હતી. તેને આ વખતે માત્ર ૪૭ સીટ મળી છે. સમાજવાદી પાર્ટીના ૨૫ ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી દીધી છે. જે સંખ્યાના મામલે કોંગ્રેસથી ચાર ઓછી છે. અલબત્ત સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ કરતા ત્રણ ગણી વધારે સીટ પર ચૂંટણી મેદાનમાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આવી જ રીતે પંજાબમાં કોંગ્રેસની સામે એએપીની હાલત થઇ છે. પંજાબમાં કોંગ્રેસે ૭૭ સીટ જીતી લીધી છે. પંજાબમાં બીજા સ્થાને રહેલી એએપીનો દેખાવ નબળો રહ્યો છે. એએપીને ૧૧૭ સીટ પૈકી ૩૦ સીટ પર ડિપોઝિટ ગુમાવી દેવાની ફરજ પડી છે. ભાજપ-શિરોમણી અકાળી દળ ગઠબંધન ૧૮ સીટ સાથે ત્રીજા સ્થાને હોવા છતા તેની માત્ર ત્રણ સીટ પર ડિપોઝિટ ડુલ થઇ છે. એએપીને કુલ ૨૨ બેઠકો મળી હતી. તે પાર્ટી બીજા સ્થાને રહી હતી. જા કે તેનો દેખાવ અપેક્ષા કરતા નબળો રહ્યો હતો. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચાર રાજ્યોમાં જારદાર દેખાવ કરવામાં સફળતા મેળવી હતી. જેના કારણે તેની ચાર રાજ્યોમાં સરકાર બની ગઇ છે.
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખડમાં તો ભાજપને પ્રચંડ બહુમતિ મળી ગઇ હતી. હવે ઉત્તરપ્રદેશ અને પંજાબના સંબંધમાં આંકડા ચૂંટણી પંચના મુલ્યાંકનમાં જારી કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં નરેન્દ્ર મોદીના જાદુ વચ્ચે ભાજપે જારદાર સપાટો બોલાવીને મોટા ભાગની સીટો જીતીને ઇતિહાસ સર્જ્યો હતો.

Related posts

पाकिस्तान को करारा जवाब देने की गुप्त योजना तैयार हुई

aapnugujarat

महाराष्ट्र का सीएम बीजेपी से ही होना चाहिए : आठवले

aapnugujarat

अर्थव्यवस्था में सुस्ती चक्रीय, वृद्धि दर एक-दो साल में पकडे़गी रफ्तार : जालान

aapnugujarat

Leave a Comment

URL