Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત યુએનએસસીનું કાયમી સભ્ય બને તો તૂર્કીને ગર્વ થશે

તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું હતું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનશે તો તૂર્કીને ગર્વ થશે. તે મીડિયાને સંબોધી રહ્યા હતા. એર્દોગાને આ દરમિયાન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી હતી.
પી૫ એટલે કે યુએનએસસીના પાંચ કાયમી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાના સંદર્ભમાં તૂર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે દુનિયા આં પાંચ દેશોથી ઘણી મોટી છે. તેમણે કહ્યું કે અમને ગર્વ થશે કે ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બની જાય.
તેમણે કહ્યું કે અમારો કહેવાનો અર્થ એ જ છે કે આ ફક્ત અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા માટે જ નથી. અમે સુરક્ષા પરિષદમાં ફક્ત આ પાંચ દેશોને જ રાખવા નથી માગતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાન સાથે જી૨૦ શિખર સંમેલનથી અલગ દ્વિપક્ષીય મંત્રણા યોજી હતી. આ મંત્રણા દરમિયાન બંનેન ેતાઓ વચ્ચે જુદા જુદા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.

Related posts

જાધવ કેસમાં રજૂઆત માટે છ મહિનાની મુદતની ભારતની માંગણી કોર્ટે ફગાવી : પાક.નો દાવો

aapnugujarat

Coronavirus: Death in Us’s Washington rises to 6

aapnugujarat

પેરિસ સમજુતી ભાવિ પેઢી માટે વિશ્વનો સંયુક્ત વારસો : મોદી

aapnugujarat
UA-96247877-1