જમ્મુ-કાશ્મીરમાં જારી હિંસા અને ભાજપ-પીડીપી વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડના પડછાયા હેઠળ આજે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મહત્વપૂર્ણ વાતચીત કરી હતી. વાતચીત આશરે અડધા કલાક સુધી ચાલી હતી. આ વાતચીતમાં કાશ્મીરમાં પથ્થરબાજાને લઈને ઉભી થયેલી Âસ્થતિ, રાજ્યમાં સત્તારૂઢ ગઠબંધનને બચાવી લેવાના મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી. મુફતીએ મોડેથી કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે પણ વાતચીત કરી હતી. બેઠકમાં કાશ્મીરના પથ્થરબાજાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આશરે અડધા કલાક સુધી વાતચીત ચાલી હતી. પેટા ચૂંટણીમાં ઓછા મતદાનનો મુદ્દો પણ છવાયો હતો. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા મુÂફ્તએ કહ્યુ હતુ કે કાશ્મીરમાં એકએકા પથ્થરમારાના બનાવો વધી ગયા છે. તેમણે કહ્યુ હતુ કે અન્ય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે ખીણમાં Âસ્થતીને સામાન્ય બનાવવા માટે એક માહોલ બનાવવાની જરૂર છે. પથ્થરબાજીના જવાબમાં ગોળીબાર કરવાથી Âસ્થતીમાં સુધારો થશે નહબી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વાતચીત મારફતે ખીણમાં Âસ્થતીને હળવી કરવામાં મદદ મળશે. ભાજપ અને પીડીપી વચ્ચે મતભેદોને લઇને પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે આને પણ વાતચીત મારફતે પણ જ દુર કરવામાં આવનાર છે. મહેબુબાએ કહ્યુ હતુ કે વડાપ્રધાન વારંવાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના રસ્તા પર આગળ વધવાની વાત કરી ચુક્યા છે. તેમણે કહ્યુ હતુ કે વાજપેયીની નિતી વાતચીતની હતી. સંઘર્ષની નિતી ન હતી. Âસ્થતીને સામાન્ય કરવાના તમામ પ્રયાસ કરાઇ રહ્યા છે. બેઠક બાદ મહેબુબાએ કહ્યું હતું કે મોટાભાગના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં પહેલા વાજપેયીના સમયે વાતચીત થઈ હતી. તે વખતે એલકે અડવાણી નાયબ વડાપ્રધાન તરીકે હતા. હુર્રિયતની સાથે પણ વાતચીત થઈ હતી. અન્યો સાથે પણ વાતચીત થઈ હતી. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના દિવસે જ સૂચન કર્યું હતું કે બીજા રાજ્યોને જમ્મુ-કાશ્મીરમાં કાર્યક્રમ આયોજન કરવા જાઈએ. આ ઉપરાંત બીજા રાજ્યોને કાશ્મીર ખીણના યુવાનોને પોતાના ત્યાં શિક્ષણ મેળવવા માટે આમંત્રણ આપવું જાઈએ. નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ મોદીએ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીને પણ સૂચન કર્યું હતું. જેમાં તમામ રાજ્યોમાંથી જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓમાં રસ દર્શાવવાની વાત કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં કાશ્મીરી યુવાનો પર હુમલા કરવામાં આવી ચુક્યા છે. કાશ્મીરમાં સુરક્ષા દળો પર પથ્થરમારાની પ્રતિક્રિયા રૂપે આ હુમલા કરવામાં આવ્યા હતા. મોદી અને મુફતી વચ્ચે આ વાતચીત એવા સમય થઈ છે જ્યારે શ્રીનગરમાં લોકસભા પેટાચૂંટણી દરમિયાન હિંસક પ્રદર્શન થયા હતા. મતદાનની ટકાવારી ખૂબ ઓછી રહી હતી. આ ચૂંટણીમાં પીડીપીને પોતાની સીટ નેશનલ કોન્ફરન્સની સામે ગુમાવવી પડી હતી. આ સીટમાં પીડીપીને વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં જીત મળી હતી.
મુફતીના નેતૃત્વમાં રાજ્ય સરકારને ત્યાં થઈ રહેલી હિંસાના કારણે આકરી પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ ભાજપના રામમાધવને ગયા શુક્રવારના દિવસે રાજ્યના નાણા રાજ્યમંત્રી તથા સિનિયર પીડીપી નેતા સાથે વાતચીત કર્યા બાદ તેમના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ મુલાકાતને રાજકીય જાણકાર લોકો ખૂબ મહત્વ આપી રહ્યા છે કારણ કે ભાજપ અને પીડીપી સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. હાલમાં જ રાજ્યમાં પથ્થરબાજીની ઘટનામાં વધારો થયો છે. સાથે સાથે આતંકવાદ સાથે જાડાયેલા યુવાનોમાં વધારો થયો છે. ત્રાસવાદીઓ સામે લડી રહેલા સુરક્ષા દળોને સામાન્ય લોકો તરફથી પણ નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાછલી પોસ્ટ