Aapnu Gujarat
બિઝનેસ

જીએસટી લાગુ થયા પછી લકઝરી ગાડીઓ મોંઘી થઈ શકે

કેન્દ્ર સરકાર ૧૫૦૦ સીસીથી વધારે કેપેસિટીના એÂન્જનવાળી કારો પર ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ ટેક્સ ઉપરાંત સેસ પણ લગાવી શકે છે. જીએસટીમાં સૌથી વધુ ટેક્સ ૨૮ ટકા છે. જા આવું થાય તો જીએસટી લાગુ થયા પછી મોટી કારો મોંઘી થઇ શકે છે.ફાઇનાન્સ મિનિસ્ટ્રીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, લક્ઝરી સેડાન અને સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ્સ પર સરકાર સેસ લગાવી શકે છે. જાકે, હળવા વ્હીકલ્સ પર ટેક્સ રેટમાં ફેરફાર નહિ થાય.ઉલ્લેખનીય છે કે હજુ સરકાર ૧૫૦૦ સીસીથી ઓછી ક્ષમતાના વાહનો પર ૨૪ ટકા એક્સાઇઝ ડ્યુટી લગાવે છે. જ્યારે ૧૫૦૦થી વધારે કેપેસિટીના વ્હીકલ્સ પર આ રેટ ૩૦ ટકા છે.તે ઉપરાંત રાજ્ય સરકારો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વસૂલ કરે છે. આ રેટ અલગ-અલગ રાજ્યોમાં ૧૨ ટકાથી ૧૫.૫ ટકા સુધી છે.જીએસટીમાં ટેક્સના ૪ દરો નક્કી કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વધારે દર ૨૮ ટકા છે.જીએસટી કાઉÂન્સલે નક્કી કર્યું હતું કે વ્હીકલ્સ અને તમાકુની પેદાશો પર ૧૫ ટકા સુધી સેસ લગાવી શકાય છે.જીએસટીથી જા રાજ્યોને નુકસાન થાય તો સેસમાંથી મળનારા નાણાંથી તેને ભરપાઇ કરાશે.રાજ્યોને જીએસટી લાગુ થયા પછી જા પાંચ વર્ષ સુધી નુકસાન થશે તો કેન્દ્ર સરકાર ભરપાઇ કરશે.નાણા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સરકાર દેશમાં નાની કારોના વેચાણને વધારવાનો ઇરાદો રાખે છે. તેથી તે જીએસટીમાં નાની કારો પર ટેક્સ ઓછો રાખવા ઇચ્છે છે.અધિકારીનું કહેવું છે કે હાલ એવું બની શકે કે નાની અને મોટી બંને કારો પર ૨૮ ટકા સુધી ટેક્સ લગાવવામાં આવે. આ સાથે મોટી કારો પર સેસ પણ લાગુ કરવામાં આવે. જા સરકારને લાગશે કે રાજ્યોના નુકસાનને ભરપાઇ નથી કરી શકતી તો તે નાની કારો પર પણ સેસ લગાવવા વિચારી શકે છે.

Related posts

જિયો મારફતે ઉત્તરપ્રદેશમાં સીધી રીતે૧૪ હજાર લોકોને જોબ મળશે : મુકેશ અંબાણી

aapnugujarat

रेपो दर में कटौती मजबूत 8% आर्थिक वृद्धि की महत्वाकांक्षा के अनुरूप : नीति आयोग

aapnugujarat

ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી મળી ગઈ

aapnugujarat

Leave a Comment

URL