Aapnu Gujarat
બિઝનેસ

શરાબ, તમાકુ શેરોના રોકાણકારો માટે મોદી સરકાર ‘હાનિકારક’

શરાબ, સિગરેટ અને ‘વ્યસન’ના બિઝનેસમાં સક્રિય અન્ય કંપનીઓના શેર માટે મોદી સરકારનો કાર્યકાળ ‘હાનિકારક’ રહ્યો છે. ઘણાં રાજ્યોએ શરાબના વેચાણ પર આકરાં નિયંત્રણ મૂક્્યાં છે.
આગામી સમયમાં ધૂમ્રપાન પર અંકુશની શક્્યતાને કારણે શરાબ અને તમાકુ કંપનીઓના શેર દબાણમાં રહેવાની શક્્યતા છે.મોદી સરકારના શાસનમાં મૂલ્યની રીતે તમાકુ અને શરાબની ટોપ-૩ કંપનીઓએ યુપીએ-૧ અને યુપીએ-૨ની તુલનામાં મોદી સરકારના કાર્યકાળમાં ઓછું વળતર આપ્યું છે. ઉદાહરણ તરીકે, યુનાઇટેડ Âસ્પરિટ્‌સ અને યુનાઇટેડ બ્રુઅરીઝે મોદી સરકારના ત્રણ વર્ષના ગાળામાં ચક્રવૃદ્ધિ દરે નેગેટિવ વળતર આપ્યું છે.રાજ્યોમાં શરાબના વપરાશ પર નિયંત્રણમાં વૃદ્ધિ અને દેશભરમાં હાઈવેના ૫૦૦ મીટરની અંદર શરાબની દુકાનો પર પ્રતિબંધને કારણે શરાબ ઉદ્યોગને ફટકો પડ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં નવા પ્રતિબંધોને કારણે શરાબ ઉદ્યોગ માટે એકંદર Âસ્થતિ ખરાબ થઈ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં યુનાઇટેડ Âસ્પરિટ્‌સની કામગીરી દબાણ હેઠળ રહી છે.
તમાકુ કંપનીઓના શેરે પોઝિટિવ રિટર્ન આપ્યું છે, પણ વળતર અગાઉની સરકારો કરતાં ઓછું રÌšં છે. માર્કેટ લીડર આઇટીસીનું વળતર સૌથી ઓછું રÌšં છે. મોદી સરકારે સિગરેટના પેક પર ચેતવણીની સાઇઝ વધારી છે, એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કર્યો છે અને આગામી સમયમાં ધૂમ્રપાન પર વધુ નિયમનસંબંધી અંકુશની શક્્યતા હોવાથી સેક્ટર દબાણમાં રÌšં છે.
આઇટીસીના શેર ચાલુ વર્ષે નવી ઊંચી સપાટી બનાવી છે. જાકે, શેરે ત્રણ વર્ષ સુધી ૬ ટકાના ચક્રવૃદ્ધિ દરે વળતર આપ્યું છે. તેની સામે અગાઉની બે યુપીએ સરકારના ગાળામાં ૧૦ ટકા અને વધુ વળતર આપ્યું છે. થોડા સમય પહેલાં આઇટીસીમાં સરકારી ઇન્શ્યોરન્સ કંપનીઓના રોકાણ પર વાંધો ઉઠાવતી જાહેર હિતની અરજીને કારણે આઇટીસીના શેર પર દબાણ ચાલુ રહેશે.કેસિનો કંપની ડેલ્ટા કોર્પે મોદી સરકારના કાર્યકાળમાં યુપીએ-૨ની તુલનામાં થોડું વધુ વળતર આપ્યું છે, પણ યુપીએ-૧ની તુલનામાં શેરનું રિટર્ન ઘણું નીચું રÌšં છે.

Related posts

કોલસા કૌભાંડ મુદ્દે નવીન જિંદાલ અને અન્યો સામે ચાર્જશીટ

aapnugujarat

एयर इंडिया : 29 अक्टूबर से शुरू होगी दिल्ली से दोहा के लिए नई फ्लाइट

aapnugujarat

સેંસેક્સ ૭૭ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

Leave a Comment

URL