Aapnu Gujarat
ગુજરાત

સુરતના પાંડેસરામાં પૈસાની લેતીદેતીમાં કાપડ દલાલની હત્યા

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. ગુનાહિત તત્વોને પોલીસનો જાણે કોઈ ડર જ ન રહ્યો હોય તેમ હત્યા સહિતના ગુના આચરી રહ્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારની જો વાત કરીએ તો અહીં રોજ કોઈને કોઈ લૂંટ, હત્યા, મારામારીના બનાવો સામે આવતા રહે છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. પાંડેસરાની આવિર્ભાવ સોસાયટીમાં પૈસાની લેતીદેતીમાં કાપડ દલાલની હત્યા કરી નાંખવામાં આવી છે.સુરતના પાંડેસરામાં કાપડ દલાલને સાત જેટલા ઈસમોએ ઢોર માર મારતા તેનું મોત નિપજ્યું છે.૧૫ દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં કાપડ દલાલ યુવકને મધરાત્રે ઘર પાસે જ ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે નજીકની હસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર દરમ્યાન ગત મોડી રાત્રિએ કાપડ દલાલનું મોત નિપજ્યું છે.આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બીજી તરફ પોલીસે આ ગુનામાં ગત ૨૬ મે ના રોજ મારા મરીનો ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી લાજપોર જેલ મોકલી આપ્યા છે. ત્યારે યુવકનું મોત થતા આ કેસમાં હત્યાના ગુનાનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે.સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય પંકજ મગનલાલ અગ્રવાલ કાપડની દલાલીનું કામ કરતો હતો. પંકજે સોનુ નામના તેના મિત્ર પાસેથી કેટલાક રૂપિયા ઉછીના રૂપિયા લીધા હતા. ત્યારે પંદર દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં સોનુ અને પંકજ બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. રૂપિયાની ઉઘરાણી માટે સોનુ તેના મિત્રોને લઈને કાપડ દલાલ પંકજના ઘર પાસે આવ્યો હતો અને રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ દરમિયાન સોનુ સહિત તેના સાત મિત્રો મળી કાપડ દલાલ પંકજને ઢોર માર મારી ભાગી છુટ્યા હતા. જેથી પંકજ ને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે પંદર દિવસની સારવાર બાદ પંકજ અગ્રવાલનું ગત મોડીરાત્રીએ મોત થયું હતું. છઝ્રઁ દેસાઈના જણાવ્યા મુજબ ૧૯ મે અને ૨૦ મે ની મધરાત્રે કાપડની દલાલી કરનાર પંકજ અને સોનુ નામના ઈસમ સાથે રૂપિયાની લેવડદેવડ અંગે બબાલ થઈ હતી. ત્યારે સોનુ અને તેના સાગરીતોએ પંકજને માર માર્યો હતો. આ બાબતની રજૂઆત પંકજના પિતાએ ૨૬ મે ના રોજ પાંડેસરા પોલીસ મથકમાં જણાવ્યુ કે રૂપિયાની લેતીદેતીમાં મારામારી કરવામાં આવી છે. જેના આધારે ૩૨૬નો ગુનો દાખલ કરી સોનુ અને અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છઝ્રઁ દેસાઈએ વધુમાં જણાવ્યુ આ હુમલામાં પંકજમાં મોત થતા પોલીસે હત્યાની કલમ ૩૦૨ ઉમેરી તપાસ હાથ ધરી છે. હુમલો કરનારા હજુ બે આરોપીઓને શોધવા માટે જૂદી જૂદી ટીમો કામે લાગેલી છે.

Related posts

પાર્કિંગ પ્રશ્ને પોલીસ અને નાગરિકો વચ્ચે મારામારી

aapnugujarat

कांग्रेस में नई सुची जारी होने के बाद फिर हंगामा : जमालपुर में साबिर काबलीवाला को टिकट नही

aapnugujarat

મોદી લોકોને ભાવનાત્મકરીતે ગુમરાહ કરે છે : રાજીવ શુકલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1