Aapnu Gujarat
બિઝનેસ

ઓડિશા ટ્રેન અકસ્માતઃ મૃતકોના બાળકોના અભ્યાસનો ખર્ચ અદાણી ગ્રુપ ઉઠાવશે

ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માત (Balasore Train Accident)માં 288 લોકોના મોત થયા છે. આ અકસ્માત પછી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani)એ મોટી જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ ટ્વીટ કરી કહ્યું છે કે, ટ્રેન અકસ્માતથી અમે બધા ઘણા વ્યથિત છીએ. તેમણે લખ્યું કે, આ અકસ્માતમાં જે લોકોએ પોતાના વાલીઓને ગુમાવ્યા છે, તેમના અભ્યાસનો ખર્ચ અદાણી ગ્રુપ ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતથી સમગ્ર દેશમાં શોક ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોમંડલ ટ્રેન અકસ્માત (Coromandel Express Accident)ની તપાસ કરવામાં આવી રહી છે. ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા ટ્રેન અકસ્માતમાં 288 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 800થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે અકસ્માત કયા કારણે થયો, પરંતુ સૂત્રોએ સંકેત આપ્યો છે કે, તેનું સંભવિત કારણ સિગ્નલમાં ગરબડ હોવું છે. સરકારે ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વીટ કરી કહ્યું કે, ઓડિશાના ટ્રેન અકસ્માતથી અમે બધા ઘણા વ્યથિત છીએ. અમે નિર્ણય લીધો છે કે, જે માસૂમોએ પોતાના વાલીઓને ગુમાવ્યા છે. તેમના સ્કૂલના શિક્ષણની જવાબદારી અદાણી ગ્રુપ ઉઠાવશે. ટ્વીટમાં આગળ લખવામાં આવ્યું છે કે, પીડિતો તેમજ તેમના પરિવારજોને મદદ અને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય મળે તે આપણા બધાની સંયુક્ત જવાબદારી છે.

બાલાસોર ટ્રેન અકસ્માતને પગલે આ રૂટ પર ટ્રેનોની અવર-જવરને પણ અસર પડી છે. રેલવેએ લગભગ 90 ટ્રેનો કેન્સલ કરી છે. નોર્ધન રેલવેની બે ટ્રેનો રદ કરાઈ છે. જેમાં દિલ્હી-પુરી પુરુષોત્તમ એક્સપ્રેસ અને આનંદ વિહાર ટર્મિનલ-પુરી નીલાંચલ એક્સપ્રેસ સામેલ છે. કેન્સલ કરાયેલી 90 ટ્રેનોમાં સાઉથની પણ ઘણી ટ્રેનો સામેલ છે.

Related posts

FPI  જુલાઈ માસમાં ૧૧,૦૦૦ કરોડ ઠલવાયા 

aapnugujarat

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૧૧૩ પોઇન્ટ સુધી ઉછળ્યો

aapnugujarat

જીડીપી ગ્રોથ રેટ ૫.૭ ટકા રહ્યો : નિષ્ણાંતોમાં ચર્ચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1