Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહિલાઓને ભણવા કે સંતાનો વચ્ચે પસંદગીની ફરજ ન પાડી શકાય : DELHI HIGH COURT

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, મહિલાઓને ભણવા કે સંતાનો વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડી શકાય નહીં. આ મહત્વની ટિપ્પણી સાથે કોર્ટે એમ.એડ.ની વિદ્યાર્થીનીને મેટરનિટી લિવનો લાભ આપવા અને જરૂરી હાજરી પુરી કર્યા બાદ પરીક્ષામાં બેસવા દેવાનો પણ નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ પુરૂષેન્દ્ર કુમાર કૌરવે તાજેતરમાં એમ.ઈડીની વિદ્યાર્થીનીની અરજી પર ચુકાદો આપતા કહ્યું કે બંધારણમાં સમાનતાવાદી સમાજની કલ્પના કરવામાં આવી છે, જેમાં નાગરિકો તેમના અધિકારોનો ઉપયોગ કરી શકે છે. સમાજની સાથે સાથે રાજ્ય પણ તેમને આ માટે પરવાનગી આપે છે. કોર્ટે વધુમાં કહ્યું કે બંધારણીય બાબતોની યોજના મુજબ, કોઈને શિક્ષણનો અધિકાર અને પ્રજનન સ્વાયત્તતાના અધિકાર વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડી શકાય નહીં. મહિલા અરજદારે ડિસેમ્બર, ૨૦૨૧માં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાં બે વર્ષના એમ.ઈડીકોર્સ માટે એડમિશન કરાવ્યું હતું. ત્યારબાદ તેણે મેટરનિટી લીવ માટે યુનિવર્સિટીના ડીન અને વાઇસ ચાન્સેલરને અરજી કરી હતી. તેને ૨૮ ફેબ્રુઆરીએ ફગાવી દેવામાં આવી હતી. યુનિવર્સિટી મેનેજમેન્ટે ક્લાસમાં ફરજિયાત હાજરીના ધોરણોને પૂર્ણ કરવાના આધારે અરજદારને મેટરનિટી લિવનો લાભ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
હાઇકોર્ટે યુનિવર્સિટી મેનેજમેન્ટના ફેબ્રુઆરી ૨૦૨૩ના નિર્ણયને રદ કર્યો હતો અને અરજદારને ૫૯ દિવસની મેટરનિટી લિવનો લાભ આપવા પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. સાથે જ નિર્દેશ આપ્યો કે જો આ પછી વર્ગમાં જરૂરી ૮૦ ટકા હાજરીનું ધોરણ પૂર્ણ થાય તો તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું કે, વિવિધ ચુકાદાઓમાં એવું માનવામાં આવ્યું છે કે કાર્યસ્થળે મેટરનિટી લિવનો લાભ મેળવવો એ બંધારણની કલમ ૨૧ હેઠળ સન્માન સાથે જીવવાના અધિકારનું અભિન્ન પાસું છે.

Related posts

બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ ટીએમસીના ગુંડા જીવની ભીખ માંગશે : યોગી આદિત્યનાથ

editor

વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટની ઓનલાઈન હરાજી કરાશે

aapnugujarat

વિમાનમાં વપરાતું જેટ ફ્યુઅલ પેટ્રોલ-ડિઝલ કરતા પણ સસ્તું, ભાવમાં ૧૪.૭% ટકાનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1