Aapnu Gujarat
ગુજરાત

અમરેલીમાં રખડતાં કૂતરાએ 3 વર્ષના બાળકને ફાડી ખાતા મોત

 રાજ્યમાં રખડતાં શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રખડતાં કૂતરાઓ દ્વારા બાળકોને શિકાર બનાવવાના કિસ્સાઓમાં હવે વધારો થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો અમરેલીના દામનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. અમરેલીમાં દીપડા બાદ હવે રખડતાં કૂતરાઓનો આતંક સામે આવ્યો છે. દામનગરમાં એક ત્રણ વર્ષના બાળકને રખડતાં કૂતરાએ ફાડી ખાતા મોત નીપજ્યું હતું. દામનગરમાં આવેલી એક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ત્રણ વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધુ હતુ. જે બાદ માસૂમ બાળકનું મોત નીપજ્યુ હતુ. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટના બાદ પરિવાર પર પણ આભ ફાટી તૂટી પડ્યું હતું.

બનાવની વિગતો એવી છે કે, અમરેલીના દમનગર વિસ્તારમાં આવેલી એક વાડીમાં પરપ્રાંતિય શ્રમજીવી કામ કરે છે. તેમને એક ત્રણ વર્ષનું બાળક છે. અહીં રસ્તા પર રખડતાં કૂતરાએ તેમના ત્રણ વર્ષના બાળકને ફાડી ખાતા મોત નીપજ્યું હતું. જે બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. પોતાના ત્રણ વર્ષના માસૂમ બાળકને કૂતરાએ ફાડી નાખતા પરિવાર પર પણ આભ ફાટી પડ્યું હતું. ત્યારે પરિવારમાં પણ રખડતાં કૂતરાઓને લઈને રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો બનતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

આ પહેલાં સુરતમાંથી પણ આવા કેટલાંક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. સુરતમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. સુરતમાં એક બાળકી ઘરની બહાર રમી રહી હતી. ત્યારે અચાનક રસ્તા પર રખડતાં ત્રણ કૂતરાઓએ તેના પર હુમલો કરી દીધો હતો. આ રખડતાં કૂતરાઓએ બાળકીને મોઢા પર 40 જેટલાં બચકા ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.
આ સિવાય અમદાવાદ શહેરમાં પણ આવી જ એક ઘટના બની હતી. સરખેજ વિસ્તારમાં એક સાત મહિનાની બાળકી ઘોડિયામાં સૂઈ રહી હતી. એ સમયે ચાર કૂતરાઓ આવ્યા હતા અને આ બાળકીને ખેંચીને લઈ ગયા હતા. મજૂરીકામ કરતા દંપતીની દીકરીને કૂતરાઓ ખેંચીને લઈ ગયા હતા. એ સમયે દંપતી પોતાનું કામ કરી રહ્યું હતું. થોડ દૂર સુધી બાળકીને કૂતરાઓ ખેંચી ગયા હતા અને પછી બચકાં ભર્યા હતા. જે બાદ કેટલાંક સ્થાનિક લોકોએ કૂતરાઓને ભગાડ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Related posts

ગોધરામાં આદમી પાર્ટી દ્વારા રસીકરણની પ્રકિયા ઝડપી કરવાની માંગ

editor

ऊंझा एपीएमसी चुनाव संपन्न

aapnugujarat

અમદાવાદ શહેરને નવું નજરાણુ મળ્યુ

editor

Leave a Comment

UA-96247877-1