Aapnu Gujarat
બિઝનેસ

કોલ ઈન્ડિયામાં સરકાર વેચી રહી છે હિસ્સો

સરકાર કોલ ઈન્ડિયા (Coal India)માં ત્રણ ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. તમારી પાસે રસ્તામાં આ સરકારી કંપનીના શેર ખરીદવાની તક છે. સરકારે બુધવારે કોલ ઈન્ડિયામાં ત્રણ ટકા હિસ્સો વેચવાનો પ્રસ્તાવ મૂક્યો. આ હિસ્સો એક જૂનથી ઓફર ફોર સેલ (OFS) માધ્યમથી વેચવામાં આવશે. કંપનીએ શેરબજારને જણાવ્યું કે, રિટેલ અને નોન-રિટેલ રોકાણકારો 1 અને 2 જૂન દરમિયાન ઓફર ફોર સેલ અંતર્ગત શેર ખરીદી શકશે. કોલ ઈન્ડિયાએ કહ્યું કે, પ્રસ્તાવ અંતર્ગત કંપનીની 9.24 કરોડ શેર એટલે કે 1.5 ટકા ભાગીદારી વેચવામાં આવશે. તે ઉપરાંત, વધારે બોલી (ઓવર સબસ્ક્રિપ્શન) આવવા પર, એટલું જ વધુ વેચાણ કરવાનો વિકલ્પ (green shoe option) રાખવામાં આવ્યો છે.

ઓએફએસ માટે ફ્લોર પ્રાઈસ 225 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. જે શેરની હાલની કિંમત કરતા 6.7 ટકા ઓછી છે. કોલ ઈન્ડિયાનો શેર બુધવારે 1.20 ટકાના ઘટાડા સાથે 241.20 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કોલ ઈન્ડિયાના શેરમાં લગભગ 23 ટકાનો ઉછાળો આવ્યો છે. કોલ ઈન્ડિયાના શેરનો 52 સપ્તાહનું હાઈ લેવલ 263.30 રૂપિયા છે. કંપનીની ત્રણ ટકા હિસ્સાની કિંમત લગભગ 4000 કરોડ રૂપિયા હશે.

શેરબજારની સૂચનામાં જણાવાયું છે કે, ‘વિક્રેતાએ 10 રૂપિયા ફેસ વેલ્યુના 9,24,40,924 ઈક્વિટી શેર વેચવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ વેચાણ રિટેલ અને નોન-રિટેલ રોકાણકારો માટે એક અને બે જૂને થશે. જે કુલ પેડ-અપ શેર કેપિટલના 1.5 ટકા છે.’ તે ઉપરાંત વધુ બોલી આવવા પર એટલી જ સંખ્યામાં શેર એટલે કે 1.5 ટકા વધુ હિસ્સો વેચવાનો વિકલ્પ ખુલ્લો રખાયો છે. હાલમાં સરકારની કોલ ઈન્ડિયામાં 66.13 ટકા ભાગીદારી છે. સરકારે આ ફાઈનાન્શિયલ યરમાં ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા લગભગ 65,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.
જી2થી લઈને જી10 ગ્રેડ સુધીના કોલસાની કિંમતોમાં 8 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, કોલ ઈન્ડિયાએ એક્સચેન્જને એ જાણકારી આપી છે કે, નોન કુકિંગ કોલસાની કિંમતોમાં આજે એટલે કે 31 મે, 2023એ આ વધારાને મંજૂરી મળી ગઈ છે. આ વધારાથી કંપનીની કુલ આવકમાં 2,703 કરોડ રૂપિયાનો વધારો થવાની શક્યતા છે.

મેની શરૂઆતમાં કંપનીએ ક્વાર્ટર રિઝલ્ટ જાહેર કર્યું હતું. કંપનીનો નફો ગત વર્ષની સરખામણીએ 42 ટકા વધ્યો છે અને તે વધીને 28,125 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગત વર્ષે કંપનીનો નફો ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો અને કંપનીએ પ્રતિ શેર 4 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હતું.

Related posts

FPIદ્વારા ઇક્વિટીમાં ૮૪૦૦ કરોડનું રોકાણ કરાયું

aapnugujarat

હાર્દિક પટેલને સિલિકોન વેલી આવવા માર્ક ઝુકરબર્ગે આપ્યું આમંત્રણ

aapnugujarat

ડ્રગ એલર્ટ દરમિયાન લગભગ ૨૫૧ દવાઓનાં સેમ્પલ ફેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1