Aapnu Gujarat
શિક્ષણ

કેનેડામાં ટેમ્પરરી વર્કર્સ માટે મોટા ફેરફારઃ વર્ક પરમિટની આખી સિસ્ટમ બદલાઈ જશે

કેનેડા સરકારે ટેમ્પરરી વર્કર્સને લઈને પોતાની નીતિમાં મોટા ફેરફાર કરવાના સંકેત આપ્યા છે. ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (TFWP) હેઠળ વર્ક પરમિટને પ્રોસેસ કરવામાં હવે એક નવી મેથડ અપનાવવામાં આવશે. ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)એ જણાવ્યું કે તે કેનેડા કોઈ પણ ભોગે લેબરની અછત દૂર કરવા માંગે છે. આ માટે તે ઈન્વેન્ટરી ઘટાડશે અને ક્લાયન્ટ સર્વિસમાં સુધારો કરશે.

આ પગલાં માટે ગયા ડિસેમ્બરમાં દરખાસ્ત કરવામાં આવી હતી. નવા નિયમો એવા વિદેશી વર્કર્સ માટે લાગુ થશે જેઓ પહેલેથી કેનેડિયન વર્ક પરમિટ ધરાવે છે તથા વધુ એક પરમિટ માટે અરજી કરી રહ્યા છે જેથી સમાન એમ્પ્લોયર માટે કામ કરી શકાય. નવી પદ્ધતિ એવા અરજકર્તાઓ માટે લાગુ થશે જેઓ એકના એક એમ્પ્લોયર અથવા વ્યવસાયમાં પરત આવી રહ્યા છે, પછી તેઓ કેનેડાથી અરજી કરતા હોય કે બહારથી કરતા હોય.

આ અહેવાલ મુજબ નવી પ્રક્રિયામાં ગ્લોબલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (GMCS)માં ડેઈલી એપ્લિકેશન પુલનો ઉપયોગ થશે.

આના માટે પાત્ર બનવા કામદારોએ આટલું કરવું પડશેઃ

  • તેમને છેલ્લા પાંચ વર્ષમાં એક વખત એમ્પ્લોયર સ્પેસિફિક વર્ક પરમિટ ઇશ્યૂ કરવાની રહેશે જેમાં અગાઉની અરજી સાથે કોઈ વિસંગતતા ન હોવી જોઈએ.
  • તેમણે નવા એમ્પ્લોયર-સ્પેસિફિક વર્ક પરમિટ માટે એક સંપૂર્ણ વર્ક પરમિટ એપ્લિકેશન સોંપવાની રહેશે.
  • તેમણે નેશનલ ઓક્યુપેશન ક્લાસિફિકેશન (NOC) કોડ સાથે સમાન ઓક્યુપેશનમાં પરત આવવાનું રહેશે.
  • અરજકર્તાએ અગાઉથી અથવા નવી અરજીની સાથે બાયોમેટ્રિક્સ સોંપવાના રહેશે.
  • તેમણે સ્ક્રિનિંગની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમામ ધોરણોનું પાલન કરવાનું રહેશે.
  • કેનેડાના ટેમ્પરરી ફોરેન પ્રોગ્રામથી કેનેડાના એમ્પ્લોયર્સને ઘણી સરળતા મળે છે. તેમને જ્યારે પૂરતા ક્વોલિફાઈડ કેનેડિયન કર્મચારીઓ ન મળે ત્યારે તેઓ વિદેશના ટેમ્પરરી વર્કર્સને હાયર કરી શકે છે.
    હાલમાં એપ્લિકેશનનું પ્રોસેસિંગ કેવી રીતે થાય છે

    • હાલમાં ઓફિસર દ્વારા દરેક વર્ક પરમિટની અરજીની વ્યક્તિગત રીતે ચકાસણી કરાય છે અને તેને એપ્રૂવ કરવી કે નહીં તે નક્કી કરે છે.
    • તેમાં અરજકર્તાના અનુભવ, એજ્યુકેશન, ભાષાની આવડત, તથા લાઈસન્સિંગની કોઈ પણ જરૂરિયાતની પણ ચકાસણી કરવામાં આવે છે.
    • આ ઉપરાંત ઓફિસર એ વાતની પણ ચકાસણી કરે છે કે એમ્પ્લોયમેન્ટની ઓફર વાસ્તવિક છે કે નહીં. તે માટે એમ્પ્લોયર તેના બિઝનેસમાં સક્રિય રીતે જોડાયેલ છે કે નહીં તે જોવામાં આવે છે, તે પોતાના કર્મચારીને પગાર ચુકવી શકે છે કે નહીં તથા ફેડરલ અને પ્રોવિન્શિયલ કાયદાનું પાલન થાય છે કે નહીં તે જોવામાં આવે છે.

Related posts

શિક્ષકો માટે ડીપીએસ-બોપલે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અંગે સીબીએસઈએ ઈન્ટેલ ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

બોડેલીની તપોવન વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

aapnugujarat

कक्षा-१२ साइंस की पूरक परीक्षा में अहमदाबाद के सिर्फ २३४ विद्यार्थी पास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1