Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

આગામી મહામારી માટે અત્યારથી રહો તૈયાર, નહીં તો પછી કશું નહીં થઈ શકે : WHO ચીફ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની 76મી એસેમ્બલી સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં શરૂ થઈ ગઈ છે. તે જીવન બચાવવા, તમામ માટે આરોગ્ય સંબંધિત ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વર્ષે WHOની 75મી વર્ષગાંઠ છે. 10 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં સંસ્થાના વડા ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે (Dr Tedros Adhanom Ghebreyesus) કહ્યું કે આગામી મહામારીની તૈયારી અત્યારથી જ શરૂ કરવી પડશે. જો તે અત્યારે નહીં થાય તો તે ફરી ક્યારેય નહીં થઈ શકે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દેશોના સુધારા, ભંડોળ વધારવા અને આગામી મહામારી માટે તૈયારી કરવા પર દબાણ કરી રહ્યું છે. તાજેતરમાં જ WHO દ્વારા કોવિડ-19 પર જાહેર કરાયેલી કટોકટીની સ્થિતિનો અંત આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તે હવે મહામારી નથી. ઘેબ્રેયસસે કહ્યું કે, ‘જો આપણે જે ફેરફાર કરવાના છે તે નહીં કરીએ તો કોણ કરશે? જો અત્યારે કોઈ ફેરફાર નહીં થાય તો ક્યારે થશે?’ તેમણે કહ્યું કે આગામી મહામારીને રોકવા માટે અગાઉથી વાતચીત કરવા અને તૈયારીને આગળ વધારવા માટે આ યોગ્ય સમય છે.

WHOની મોટી જાહેરાત, કોરોના વાયરસ હવે વૈશ્વિક મહામારી નહીં

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને લઈને દુનિયાને મોટી રાહત આપી છે. WHOએ કોવિડ વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે કોવિડ હવે પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી રહી નથી. આ અંગેનો નિર્ણય ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં લેવામાં આવ્યો હતો. WHOએ કહ્યું કે છેલ્લાં એક વર્ષમાં કોવિડના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીમાંથી કોરોનાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંગઠને કહ્યું કે કોરોનાની એટલી મોટી અસર થઈ કે શાળાથી લઈને ઓફિસો બંધ રહી. આ સમય દરમિયાન ઘણા લોકો તણાવ અને ચિંતામાંથી પસાર થયા હતા. તેણે વિશ્વની અર્થવ્યવસ્થા પર પણ અસર કરી. WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસે કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સીમાંથી કોરોનાને દૂર કરવાનો અર્થ એ નથી કે કોવિડ ખતમ થઈ ગયો છે. હજુ પણ નવા વેરિએન્ટ આવી રહ્યા છે. WHOએ કહ્યું કે તારીખ 30મી જાન્યુઆરી 2020ના રોજ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી.

Related posts

Bomb explosion at bus in Afghanistan, 34 died

aapnugujarat

मोगादिशु में बम विस्फोट, 90 से अधिक लोगों की मौत

aapnugujarat

અમેરિકા સાથે ટકરાવ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી ચીનના પ્રવાસે જશે

editor

Leave a Comment

UA-96247877-1