Aapnu Gujarat
બિઝનેસ

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ૨૦૧૬-૧૭માં રેકોર્ડ નફો નોંધાવ્યો, ચોથા ત્રિમાસિકગાળામાં નફો ૧.૬ ટકા વધ્યો

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચોથા ત્રિમાસિકગાળાના પરિણામો જાહેર થયા છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો ૧.૬ ટકા વધી રૂપિયા ૮,૧૫૧ કરોડ આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ના ત્રીજા ત્રિમાસિકગાળામાં રીલાયન્સનો નફો રૂપિયા ૮,૦૮૨ કરોડ રહ્યો હતો. તેમજ ૨૦૧૭ના વર્ષના ચોથા કવાર્ટરમાં કુલ આવક ૧૨ ટકા વધી રૂ. ૭૪,૫૮૯ કરોડ પર પહોંચી હતી. આગલા ત્રીજા કવાર્ટરમાં આવક રૂ.૬૬,૬૦૬ કરોડ રહી હતી. તેમજ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ૨૦૧૬-૧૭ના વર્ષમાં રેકોર્ડ ૨૯,૯૦૧ કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે.રીલાયન્સે જણાવ્યું છે કે ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધીમાં રીલાયન્સ જિઓના કુલ સબસ્ક્રાઈબર ૧૦.૯ કરોડ થઈ ગયા છે. ૩૧ માર્ચ, ૨૦૧૬ના રોજ કંપની પર ૧.૯૬ લાખ કરોડનું દેવું છે, જે ૩૧ માર્ચ, ૨૦૧૭ના રોજ ૧.૮૦ લાખ કરોડનું દેવું છે.રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કÌšં છે કે કંપનીએ વાર્ષિક આધાર પર ૧૮.૮ ટકાનો વધારો નોંધાવ્યો છે. અને નફો રૂ.૨૯,૯૦૧ કરોડ હાંસલ કર્યો છે. કંપનીએ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસમાં રેકોર્ડ નફો જાવા મળ્યો છે. કંપની સતત નવી ઊંચાઈ સર કરી રહી છે. ૬૦.૨ ટકાના રેવન્યૂ ગ્રોથ સાથે કંપનીએ રીટેઈલ બિઝનેસમાં પ્રોત્સાહક પ્રદર્શન કર્યું છે.

Related posts

સેન્સેક્સમાં ૩૭૨ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

રિટર્ન ફાઈલ ન કર્યા હોય તેવી ૯ લાખ કંપનીઓ :અઢીયા

aapnugujarat

ભાજપની જીતની આગાહી વચ્ચે શેરબજારમાં તેજીનો માહોલ

aapnugujarat

Leave a Comment

URL