Aapnu Gujarat
શિક્ષણ

હાયર એજ્યુકેશન માટે USA જવાય કે કેનેડા? બંને દેશના ફાયદા-ગેરફાયદા સમજો

ઉચ્ચ અભ્યાસ માટે તથા ભવિષ્યમાં સેટલ થવા માટે ભારતીયોમાં અમેરિકા અથવા કેનેડા જવાનું આકર્ષણ સૌથી વધારે જોવા મળે છે. ભારતમાંથી દર વર્ષે 23 લાખથી વધારે વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન માટે વિદેશ જાય છે. તેમાં ઘણા વિદ્યાર્થીઓની લાઈફ અને કારકિર્દી જામી જાય છે જ્યારે ઘણાના પૈસા વેડફાય છે. તમે કેનેડા કે અમેરિકા જવાનું વિચારતા હોવ ત્યારે આ બંને વિશે કેટલીક હકીકત જાણવી જરૂરી છે.
કઈ બાબતો ધ્યાનમાં લેવી?
એક્સપર્ટ્સ કહે છે કે વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો સૌથી પહેલા ત્યાં ભણવાનો ખર્ચ, યુનિવર્સિટીના રેન્કિંગ, લોકેશન, ત્યાંના હવામાન અને કેટલી સ્કોલરશિપ મળે છે તેના પર ફોકસ કરો. કોર્સના સિલેક્શનની વાત આવે ત્યારે અમેરિકા વધુ સગવડદાયક છે. અમેરિકામાં જોબ માર્કેટ વિશાળ છે અને નેટવર્કિંગ માટે વધુ તક મળે છે. પરંતુ ત્યાંની એડમિશન પ્રોસેસમાં બહુ કોમ્પિટિશન ચાલે છે. આ ઉપરાંત વિઝા (US Visa) મેળવવા પણ માથાકૂટનું કામ છે. તેની તુલનામાં કેનેડા વધારે એફોર્ડેબલ છે, એજ્યુકેશનનો ખર્ચ નીચો છે અને વિઝા પ્રોસેસ (Canada Visa Process) બહુ સરળ છે. પરંતુ કેનેડામાં એજ્યુકેશન સિસ્ટમ અમેરિકાની જેમ ઉદાર નથી. કેનેડામાં એજ્યુકેશન સિસ્ટમનું સ્ટ્રક્ચર પહેલેથી નિશ્ચિત છે.

એજ્યુકેશન સિસ્ટમ કેવી છે?
અમેરિકામાં તમે ચોક્કસ માપદંડનું પાલન કરતા હોવ તો તમારી રીતે પોતાનો કોર્સ નક્કી કરી શકો છો. તેથી તમને કઈ બાબતમાં રસ છે અને કારકિર્દીમાં શું લક્ષ્ય ધરાવો છો, તેના આધારે કોર્સ કરવા મળે છે. જ્યારે કેનેડામાં આવી છુટછાટ નથી. તેમાં દરેક પ્રોગ્રામનો ચોક્કસ અભ્યાસક્રમ નક્કી હોય છે. તેથી સ્ટુડન્ટ પોતાના રસના દરેક ક્ષેત્રનો અભ્યાસ કરી શકતા નથી.

વિઝા મેળવવાની કડાકૂટ
અમેરિકા અને કેનેડા બંનેની વિઝા પ્રોસેસ બહુ લાંબી અને જટિલ છે, છતાં અમેરિકાની તુલનામાં કેનેડાની સિસ્ટમ વધુ સરળ છે. બંને જગ્યાએ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીના એક્સેપ્ટન્સના પ્રૂફ માંગવામાં આવ છે. તમારી નાણાકીય પરિસ્થિતિના પૂરાવા જરૂરી છે અને ભાષાકીય આવડત પણ જરૂરી છે. અમેરિકાની વિઝા પોલિસી વધારે ચુસ્ત છે. બીજી તરફ કેનેડાને ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આકર્ષવામાં વધુ રસ છે.

કઈ ડિગ્રીથી વધુ સારી જોબ મળે?
અમેરિકા અને કેનેડા બંને જગ્યાએ જોબની તક એક સરખી છે. પરંતુ અમેરિકામાં STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથમેટિક્સ) અને મેનેજમેન્ટમાં જોબ વધારે મળે છે. આ ઉપરાંત અમેરિકાનું જોબ માર્કેટ વધારે વિશાળ છે. અહીં તમે ફાઈનાન્સ, એન્ટરટેનમેન્ટ, ટેક્નોલોજી વગેરે ક્ષેત્રમાં વધુ કામ મેળવી શકો છો.

હાયર એજ્યુકેશનનો ખર્ચ
અમેરિકા અને કેનેડામાં હાયર એજ્યુકેશનના ખર્ચ (Education Cost in USA)નો આધાર તમારી ઈન્સ્ટિટ્યૂટ, પ્રોગ્રામ અને લોકેશન પર રહેલો છે. જોકે, કેનેડા કરતા અમેરિકામાં એજ્યુકેશન ફી વધારે હોય છે. અહીં પ્રાઈવેટ યુનિવર્સિટીઓની ફી અત્યંત ઉંચી હોય છે. અમેરિકામાં એવરેજ સ્ટુડન્ટ માટે ભણવાનો ખર્ચ 70 હજાર ડોલર આવે છે જ્યારે કેનેડામાં તે સરેરાશ 60 હજાર કેનેડિયન ડોલરમાં પડે છે. જોકે, અમેરિકાની સારી વાત એ છે કે અહીં ઘણી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ્સ ઓફર કરે છે. તેથી તેમને એજ્યુકેશનના ખર્ચમાં મોટી રાહત મળે છે. કેનેડામાં રહેવાનો અને ભણવાનો બંને ખર્ચ ઓછો આવે છે જે પોઝિટિવ વાત છે.

કયા દેશમાં કાયમી વસવાટની તક મળે?
અમેરિકા અથવા કેનેડામાં હાયર એજ્યુકેશન લીધા પછી ઘણા વિદ્યાર્થીઓ કાયમ માટે વસી જવાનો પ્લાન કરતા હોય છે. બંને દેશમાં પર્મેનન્ટ રેસિડન્સીની સુવિધા છે, પરંતુ તેના નિયમો અલગ અલગ છે. કેનેડામાં ઉદાર માઈગ્રેશન પોલિસી હોવાથી પાંચ વર્ષની અંદર પીઆરના રાઈટ્સ મળી જતા હોય છે. બીજી તરફ અમેરિકામાં એજ્યુકેશન પૂરું કર્યા પછી STEM OTP હેઠળ 3 વર્ષ સુધી રહી શકો છો. ત્યાર પછી તમારે H1B વિઝા મેળવવા પડે છે. તેથી અમેરિકામાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે કાયમી વસવાટ કરવો વધારે મુશ્કેલ છે.

Related posts

પેપર ચેકિંગ માટે નહીં આવનાર ૩૫૦૦ શિક્ષકને નોટિસ મળશે

aapnugujarat

શહેરા તાલુકાના દલવાડા ક્લસ્ટરમાં માઈક્રોસોફ્ટ ટીમ વર્ચ્યુઅલ કલાસ વર્કશોપ યોજાયો

editor

कक्षा-१२ साइंस की पूरक परीक्षा में अहमदाबाद के सिर्फ २३४ विद्यार्थी पास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1