Aapnu Gujarat
રાષ્ટ્રીય

વર્ષ ૨૦૧૦-૧૫ સુધીમાં રસીકરણને લીધે દુનિયામાં એક કરોડથી વધુ લોકોને મોતનાં મુખમાંથી બચાવાયા

એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું સમગ્ર દુનિયામાં વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક તરીકે ઊજવાય છે. આ વર્ષે ૨૪થી લઈને ૩૦ એપ્રિલ સુધી એ ઊજવાશે. આમ આજથી શરૂ થઈ રહેલા વીકની ઉજવણી માટે ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણ એમાં પણ ખાસ કરીને સંપૂર્ણ રસીકરણ સંબંધિત જાગૃતિ ફેલાવવામાં આવશે.
એ વાતમાં કોઈ શંકા નથી કે દુનિયામાં લોકોની હેલ્થની સંભાળ રાખવા અને તેમને રોગોથી બચાવવા માટે ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણ જેટલા ઓછા ખર્ચમાં અકસીર સાબિત થતી પદ્ધતિ બીજી કોઈ નથી. દર વર્ષે રસીકરણને લીધે વીસથી ત્રીસ લાખ બાળકોને ડિપ્થેરિયા, ટિટનસ, પર્ટ્યુસિસ અને મીઝલ્સ જેવા રોગોથી થતાં મૃત્યુને ટાળવામાં આવે છે.
વર્લ્ડ હેલ્થ આૅર્ગેનાઇઝેશન માને છે કે રસીકરણ ન્યુમોનિયા, ડાયેરિયા, પોલિયો કે મીઝલ્સ જેવા ચેપી રોગો અને એની સાથે જાડાયેલા મૃત્યુના રિસ્કને ઓછું તો કરે જ છે સાથે-સાથે દરેક દેશના શૈક્ષણિક અને આર્થિક વિકાસમાં પણ એટલું જ ઉપયોગી સાબિત થાય છે. તેમના ગ્લોબલ વૅÂક્સન ઍક્શન પ્લાન હેઠળ ૨૦૨૦ સુધીમાં રસીકરણ દ્વારા લાખો લોકોના જીવને બચાવવાનું બીડું વર્લ્ડ હેલ્થ આૅર્ગેનાઇઝેશને હાથમાં લીધું છે; જે અંતર્ગત રૂટીન રસીકરણના પ્લાનને મજબૂત કરવું, રસી સંબંધિત રોગો પર સંપૂર્ણ કન્ટ્રોલ લેવો જેની શરૂઆત પોલિયોને જડમૂળથી ખતમ કરીને કરવી, નવી રસીઓ શોધવી અને કાર્યરત કરવી અને આ દિશામાં નવાં રિસર્ચ કરવાં અને નવી ટેક્નાલાજી દ્વારા આધુનિક રસીકરણની દિશામાં આગળ વધવું જેવાં કામોને હાથમાં લેવામાં આવશે.
દુનિયામાં રસીકરણથી વંચિત રહી જનારાં બાળકોની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે. ભારતમાં ૮૯ લાખ બાળકો દર વર્ષે બધી જ જરૂરી રસીઓ લેતાં નથી અને ૧૭ લાખ બાળકો કોઈ પણ પ્રકારની એક પણ રસી લેતાં નથી. ભારતમાં ૯.૯ લાખ નવજાત બાળકો દર વર્ષે જન્મ પછીના પહેલા જ વર્ષમાં મૃત્યુ પામે છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ લાન્ચ કરવામાં આવ્યું છે, જેમાં હાલમાં ચાર નવી વૅÂક્સન ઉમેરવામાં આવી છે.

Related posts

कांग्रेस डूबता जहाज , इसलिए विधायक इसे छोड़ते जा रहे हैं : शिवराज चौहान

aapnugujarat

નાગપુરથી સરકાર ચાલતી નથી : મોહન ભાગવત

aapnugujarat

लालू की बेटी मीसा, दामाद को आईटी विभाग का समन

aapnugujarat

Leave a Comment

URL