Aapnu Gujarat
રમતગમત

ICC ONE DAY RANKING : શુભમન ગિલે હાંસલ કરી કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ

ભારતીય ઓપનર શુભમન ગિલ બુધવારે જારી કરાયેલ તાજેતરની આઈસીસી વન-ડે પ્લેયર રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ચોથા સ્થાને પહોંચી ગયો છે. શુભમન ગિલ ઉપરાંત સ્ટાર બેટર વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા પણ ટોપ 10માં સામેલ છે. કોહલી પણ એક સ્થાનના ફાયદા સાથે સાતમા સ્થાને પહોંચી ગયો છે જ્યારે રોહિત શર્મા બેટ્સમેનોની રેન્કિંગમાં આઠમા સ્થાને યથાવત છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ વન-ડે રેન્કિંગમાં બેટ્સમેન રેન્કિંગમાં ટોચના સ્થાને છે. શુભમન ગિલ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વનો ખેલાડી બની ગયો છે. તે ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છે. આ ઉપરાંત આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સમાં પણ સારો દેખાવ કરી રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ બોલર્સ રેન્કિંગમાં ટોપ 10માં યથાવત છે, તે આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બોલર છે. મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડ અને ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટથી પાછળ ત્રીજા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાનો એઈડન માર્કરામ બેટિંગ યાદીમાં 13 સ્થાનનો ફાયદો ઉઠાવીને 41મા સ્થાને પહોંચી ગયો છે અને ઓલરાઉન્ડરોની યાદીમાં 16 સ્થાનના ફાયદા સાથે 32મા સ્થાને પહોંચી ગયો છે. જોહાનિસબર્ગમાં બે મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડ્સને 2-0થી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડનો હેનરી નિકોલ્સ બે સ્થાનના ફાયદા સાથે બેટિંગ લિસ્ટમાં 69મા સ્થાને પહોંચી ગયો છે.

T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવે પણ બેટિંગ યાદીમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે હાર્દિક પંડ્યાએ ઓલરાઉન્ડરની યાદીમાં પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. બાંગ્લાદેશના લિટન દાસને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં નંબર 21 પર પહોંચી ગયો છે. બોલિંગ લિસ્ટમાં મહિષ તિક્ષ્ણા ત્રણ સ્થાનના ફાયદા સાથે 10માં સ્થાને પહોંચી ગયો છે જ્યારે બાંગ્લાદેશનો તસ્કીન અહેમદ ત્રણ સ્થાનના ફાયદા સાથે 36માં સ્થાને પહોંચી ગયો છે.

Related posts

આઇપીએલ-૧૧માં પ્રતિબંધથી સ્મિથ-વોર્નર ભારતીય લોકોના ગુસ્સાથી બચશે : ઇયાન ચેપલ

aapnugujarat

श्रीलंका से हार के बाद विराट कोहली ने कहा, हम अजेय नही

aapnugujarat

कोहली ने बतौर कप्तान टी20 में तोड़ा धोनी का रिकॉर्ड

aapnugujarat

Leave a Comment

UA-96247877-1