Aapnu Gujarat
બિઝનેસ

વિશ્વના ચાર રૂટ પર એરઈન્ડિયા ફ્લાઈટમાં વધુ સુવિધા આપશે

એર ઈન્ડિયા ગ્રૂપની માલિકી ટાટા પાસે આવી ચૂકી છે. આ દરમિયાન તેની સેવાઓમાં હવે ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. ત્યારે લાંબા અંતરની ફ્લાઈટો એટલે કે લોંગ હોલ રુટ પર ચાલતી ફ્લાઈટોને લઈને એક સારા સમાચાર આવ્યા છે. તેનાથી એનઆરઆઈને સૌથી વધુ લાભ મળશે. તાજેતરમાં મળેલી એક માહિતી અનુસાર લાંબા અંતરના ૪ રુટ પર એર ઈન્ડિયા એક્સ-ડેલ્ટા બી૭૭૭-૨૦૦એલઆરવિમાનનો ઉપયોગ કરીને તેની સુવિધાઓમાં ધરખમ ફેરફાર કરવા જઈ રહી છે.
માહિતી અનુસાર આ વિમાનના એરક્રાફ્ટની ભવ્યતા તમે તસવીરોમાં જોઈ શકો છો. આ વિમાનની કેબિનનું સંચાલન ડેલ્ટા દ્વારા જ કરવામાં આવે છે. જોકે તેમાં કોઇ મોટા ફેરફારો કરાશે તેવી કોઈ માહિતી નથી એટલે કે તે જેવા દેખાઇ રહ્યા છે તેવા જ રહેશે. આ સુવિધાની શરૂઆત આગામી મહિને ૧૫ એપ્રિલથી કરવામાં આવી શકે છે. આ વિમાનની અંદરની તસવીરોમાં જોઈ શકાય છે કે તેમાં મુસાફરને પર્સનલ કેબિનની સુવિધા મળશે. જેમાં તેના આરામ અને પ્રાઈવસી માટે દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
૧૫ એપ્રિલથી શરૂ થઈ રહેલી આ સુવિધાનો લાભ તમને બેંગ્લુરુથી-સાન ફ્રાન્સિસ્કો, મુંબઈથી સાન ફ્રાન્સિસ્કો, મુંબઈથી ન્યુયોર્ક જેએફકે અને મુંબઈથી ન્યૂજર્સી વચ્ચેની ફ્લાઈટોના સંચાલનમાં મળી શકે છે.

Related posts

मोदी सरकार को एक और झटका, अगस्त में निर्यात दर घटी

aapnugujarat

૯ કંપનીઓની માર્કેટ મૂડી ૩૬૪૬૭ કરોડ ઘટી ગઇ

aapnugujarat

૧૦ કંપનીઓની માર્કેટ મૂડી ૧ લાખ કરોડ સુધી ઘટી ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1