Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ડૉનાલ્ડ ટ્રંપને મારવા માટે ક્રૂઝ મિસાઈલ તૈયાર : ઈરાન

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવપૂર્વ સંબંધ જગજાહેર છે. આ દરમિયાન ઈરાને 1650 કિમીની રેન્જની એક ક્રૂઝ મિસાઈલ વિકસિત કરી છે. ઈરાનના એક ઉચ્ચ રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડરે શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી. યુક્રેન યુદ્ધમાં રશિયા દ્વારા ઈરાનના ડ્રોન ઉપયોગમાં લીધા બાદ આ મિસાઈલે પશ્ચિમી દેશોની ચિંતા વધારી દીધી છે. રિવોલ્યુશનરી ગાર્ડ્સ એરોસ્પેસના પ્રમુખ અમીરાલી હાજીજાદેહે અમેરિકાને ઈરાનના એક ઉચ્ચ કમાન્ડરની હત્યાનો બદલો લેવાની ધમકી પણ આપી છે.
હાજીજાદેહે કહ્યું કે, અમે ડૉનાલ્ડ ટ્રંપને મારવા માગીએ છીએ. સરકારી ટીવી પર બોલતા તેઓએ કહ્યું કે, 1650 કિમીવાળી રેન્જની નવી ક્રૂઝ મિસાઈલને ઈસ્લામિક રિપ્બિલક ઓફ ઈરાનના મિસાઈલ શસ્ત્રાગારમાં સામેલ કરવામાં આવી છે. ચેલનના ફૂટેજમાં પહેલીવાર Paveh ક્રૂઝ મિસાઈલની ઝલક જોવા મળી હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઈરાની કમાન્ડરે દાવો કર્યો હતો કે, દેશે હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલ વિકસિત કરી લીધી છે.

હાજીજાદેહે કહ્યું કે, બગદાદમાં 2020માં અમેરિકાના ડ્રોન હુમલામાં ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાના થોડા દિવસો બાદ ઈરને ઈરાકમાં અમેરિકા નેતૃત્વવાળી સેના પર બેલેસ્ટિક મિસાઈલ હુમલો કર્યો હતો. ત્યારે તેમનો ઈરાદો બિચારી સૈનિકોને મારવાનો નહોતો. ટીવી ઈન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું કે, અલ્લાહે ઈચ્છ્યું તો અમે ટ્રંપને મારી નાખવા માગીએ છીએ. માઈક પોમ્પિયો અને સુલેમાનીની હત્યાનો આદેશ જારી કરનારા સૈન્ય કમાન્ડરોને મારી નાખવા જોઈએ.

ઈરાન મોટાભાગે સુલેમાનીના મોતનો બદલો લેવાની વાત કરે છે. ઈરાને પોતાના મિસાઈલ પ્રોગ્રામમાં ખાસ કરીને બેલેસ્ટિક મિસાઈલોનો વિસ્તાર કર્યો છે અને એના પર અમેરિકા અને યુરોપીય દેશ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. જો કે, ઈરાનને દાવો કર્યો છે કે, આ કાર્યક્રમ સંપૂર્ણરીતે રક્ષાત્મક છે. ઈરાને કહ્યું કે, તેણે યુક્રેન યુદ્ધમાં પહેલાં રશિયાને ડ્રોન આપ્યા હતા. સમગ્ર યુક્રેનમાં વીજળી સ્ટેશનો અને નાગરિકો માટેની પ્રાથમિક સુવિધાઓને નષ્ટ કરવા માટે રશિયા ઈરાન દ્વારા જ આપવામાં આવેલા સુસાઈડ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યો છે.

Related posts

યુક્રેનને હથિયાર આપવા પર પુતિનની જર્મની અને ફ્રાન્સને ચેતવણી

aapnugujarat

રસીની ફોર્મ્યુલા કોઇપણની સાથે શેર ન કરી શકાય : બિલ ગેટસ

editor

Violent protest against Spain’s SC verdict, 74 injured

aapnugujarat

Leave a Comment

UA-96247877-1