Aapnu Gujarat
રાષ્ટ્રીય

પુણેમાં થશે ભારતનું પહેલું ગર્ભાશય પ્રત્યારોપણ

ગર્ભાશય પ્રત્યારોપણ એ સૌથી જટિલ (કોમ્પલિકેટેડ) શસ્ત્રક્રિયા મનાય છે. અન્ય દેશોમાં સફળ રીતે પાર પડેલું ગર્ભાશય પ્રત્યારોપણ ઓપરેશન હવે પ્રથમ વાર ભારતમાં થશે. પુણેની હોÂસ્ટપલમાં ત્રણ મહિલાઓના શરીરમાં તેમની માતાઓના ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાશે.  ગર્ભાશયસંબંધી કેટલીક ખામીઓને લીધે અનેક મહિલાઓને બાળકો થતા નથી. આ ખામીને લીધે વિશ્વની લગભગ ૩થી ૪ ટકા મહિલાઓ માતૃત્વથી વંચિત રહે છે.
આગામી મહિનામાં એટલે કે ૧૩ અને ૧૪મી મેએ પુણેની ગેલેક્સી લેપ્રોસ્કોપી કેર ઇÂન્સ્ટટયૂટ (જીએલસીઆઇ)માં ગર્ભાશય પ્રત્યારોપણનું ઓપરેશન થશે. સ્ટેટ હેલ્થ સર્વિસ ડિરેકટોરેટએ જીએલસીઆઇને ગર્ભાશય પ્રત્યારોપણનું લાઇસન્સ આપ્યું છે. આ લાઇસન્સની મુદત પાંચ વર્ષની છે. આ ઓપરેશન સફળ થશે તો ત્રણ મહિલાને માતૃત્વનું સુખ મળી શકશે. બેંગલુરુની મિલાન ઇન્ટરનેશનલ ઇÂન્સ્ટટયૂટ ફોર ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન રિપ્રોડÂક્ટવ હેલ્થને પણ બે મહિલાનું ગર્ભાશય પ્રત્યારોપણ કરવા માટે ઇÂન્ડયન મેડિકલ રિસર્ચ કાઉÂન્સલની મંજૂરી મળી છે. વિશ્વમાં અત્યાર સુધીમાં માત્ર ગર્ભાશય પ્રત્યારોપણના પચીસ ઓપરેશન થયા છે. આ ટ્રાન્સપ્લાન્ટ પછી માત્ર દસ મહિલા ગર્ભધારણ કરી શકી હતી. વર્ષ ૨૦૧૪માં સ્વીડનમાં વિશ્વનું પ્રથમ ગર્ભાશય પ્રત્યારોપણ થયું હતું.

Related posts

પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે : હવે રિયલ કરવાનું છે : મોદી

aapnugujarat

Unprovoked ceasefire violation by Pak along LoC in Poonch

editor

સંસદનું ચોમાસું સત્ર ૧૮ જુલાઇથી શરૂ થઇ શકે છે

aapnugujarat

Leave a Comment

URL