Aapnu Gujarat
રાષ્ટ્રીય

બજેટમાં સરકાર આયાત પર વધારી શકે છે આયાત ડ્યૂટી

૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા સામાન્ય બજેટમાં સરકાર ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. આ બજેટમાં ઘણા લોકોની નજર આયાત પરની કસ્ટમ ડ્યુટી પર પણ કેન્દ્રિત છે. તેની પાછળનું કારણ એ પણ છે કે સરકાર શરૂઆતથી જ ‘મેક ઇન ઇન્ડિયા‘ને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નિષ્ણાતોનું માનીએ તો સરકાર આ બજેટમાં એરોસ્પેસ, હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક્સ, જ્વેલરી, પેપર અને પ્લાસ્ટિક જેવા પસંદગીના ક્ષેત્રોમાં આયાત પર કસ્ટમ ડ્યૂટી વધારી શકે છે.
સરકાર આયાતી સામાન પર કસ્ટમ ડ્યુટી દ્વારા મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે. પ્રોડક્શન લિન્ક્‌ડ ઇન્સેન્ટિવ (ઁન્ૈં) સ્કીમના હિસ્સેદારોને ડ્યુટીમાં ઉક્ત વધારાથી ફાયદો થવાની સંભાવના છે અને આ ક્ષેત્રો માટે સ્થાનિક બજારમાં પણ ઘણું રોકાણ જોવા મળી શકે છે. સરકાર એ પણ જોઈ રહી છે કે તેને મળતો ટેક્સ દર વર્ષે વધી રહ્યો છે. મહામારી પછી પણ સરકારની ટેક્સ વસૂલાતમાં વધારો થયો છે. જો કે, આ માટે, સરકારે અન્ય ઘણી પદ્ધતિઓ પર કામ કર્યું, ખાસ કરીને સરકારે ટેક્સ ચોરીને લઈને કડક પગલાં લીધાં છે.
નિષ્ણાતોના મતે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાની સાથે સરકાર વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે. આ ઉપરાંત, ઇથેનોલના સંબંધમાં તાજેતરમાં પ્રસ્તાવિત ય્જી્‌ મુક્તિને આગળ વધારવા માટે બજેટ ૨૦૨૩માં કેટલીક વધુ રાહત મળી શકે છે. ઇથેનોલ અંગે સરકારનું અત્યાર સુધીનું વલણ જોતાં એવું લાગે છે કે કેન્દ્ર આ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માંગે છે. આવી સ્થિતિમાં નાણામંત્રી બજેટમાં આ સેક્ટરને લઈને કેટલીક મોટી જાહેરાત કરી શકે છે જેથી કરીને આ સેક્ટરને તેજી મળી શકે. સરકારની ડિજિટલ ઈન્ડિયા પહેલને ટેલિકોમ સેક્ટરમાં ડ્યુટી કન્સેશન દ્વારા પણ થોડી મદદ મળી શકે છે. દેશમાં ૫ય્ અમલીકરણના મહત્વને ધ્યાનમાં રાખીને, સરકાર કેટલીક ડ્યુટી રાહતો આપીને ટેલિકોમ સેક્ટરમાં વધુ રોકાણને પ્રોત્સાહિત કરી શકે છે. સરકાર અગાઉના કાયદાઓ જેમ કે સર્વિસ ટેક્સ, એક્સાઈઝ અને ઈન્કમ ટેક્સ હેઠળની માફી યોજનાઓની ભૂતકાળની સફળતા પર પણ નિર્માણ કરવા માંગે છે અને દેશમાં કસ્ટમ કાયદાઓ માટે સમાન માફી દાખલ કરવા માંગે છે.

Related posts

TN Dy CM O Panneerselvam said that CM had stood by me in ‘dharmayudh’ against Sasikala clan

aapnugujarat

‘मन की बात’ में बोले पीएम मोदी- नए कृषि कानून से किसानों को मिले अवसर और अधिकार

editor

હવામાન વિભાગે જાહેર કર્યું ચોમાસાનું પૂર્વાનુમાન

editor

Leave a Comment

UA-96247877-1