Aapnu Gujarat
ગુજરાત

લાકડી અને કાગળ મોંઘા થતા પતંગનો ભાવ વધ્યો

સુરતી લોકો દરેક તહેવાર રંગેચંગે ઉજવતા હોય છે. ત્યારે ઉત્તરાયણને લઈને પણ સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ વર્ષે મોંઘવારીને કારણે આ તહેવાર પર પણ અસર જોવા મળી છે. તમામ વસ્તુ મોંઘી થતાં તહેવારની અસર જોવા મળી રહી છે. પતંગ-દોરીથી માંડી તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. તેને લઈને પતંગરસિયાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
પતંગ બનાવવાની લાકડી અને કાગળ પણ મોંઘો થતા પગંતનો ભાવ ૩૦ ટકા જેટલો વધ્યો છે. જેની સીધી અસર જોવા મળી રહી છે. જો કે, ઉત્તરાયણનો તહેવાર વર્ષમાં એકવાર આવતો હોવાથી પતંગરસિયાઓ મનમૂકીને ખર્ચો કરી રહ્યા છે. બજાર આ સમયે લોકોથી ઉભરાતું હોય છે, ત્યારે અહીંયા માત્ર ૪૦% લોકો જ બજારમાં જોવા મળી રહ્યા છે.
છેલ્લા ૪૦ વર્ષથી દોરી પર રંગ સાથે કાચ ચડાવવાનું કામ કરતા બહેન જણાવે છે કે, ‘આ વર્ષે દોરીના ભાવમાં, તેના બોબીનમાં પણ વધારો થયો છે. સાથે સાથે દોરી ઘસવાનો ખર્ચ અને બ્લેબલ મોંઘું થવાને લઈને તમામ વસ્તુઓ મોંઘી થઈ છે. તેની સીધી અસર તેમના વેપાર પર જોવા મળી રહી છે. જે પતંગ રશિયાઓ ૫૦૦૦ વાર દોરી ઘસાવતા હતા તે હવે માત્ર ૩૦૦૦થી ૪૦૦૦ વાર દોરી ઘસાવે છે. તેને લઇને તેમની ગ્રાહકી પર ફરક જોવા મળી રહ્યો છે.’સામાન્ય રીતે પતંગરસિકો એક બજેટ બનાવીને માર્કેટમાં આવતા હોય છે. જેને લઇને હાલ મોંઘવારીને લઈને તમામ પતંગરસિયાઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. જે લોકો ૫૦૦૦ વાર દોરી અને ૧૦૦૦ પતંગ લેતા હતા, તેમનું બજેટ પાંચથી સાત હજાર રૂપિયા હતું. ત્યારે હવે લોકો માત્ર ૨૦૦ પતંગ લે છે અને તેની સામે ૪૦૦૦ વાર જેટલી દોરી ઘસાવે છે. મનગમતો તહેવારો હોવા છતાં તેમણે બજેટને લઈને પોતાના શોખને થોડે ઘણે અંશે ઓછો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

Related posts

ઊતરાયણના પ્રસંગે મંદિરોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામી

aapnugujarat

મોદીએ ૮૦૦૦ કાર્યકરો સાથે ઓડિયો બ્રિજથી કરેલો સંવાદ

aapnugujarat

ટેકાનાં ભાવની ખરીદી ૩૦ જાન્યુઆરી સુધી પુરી કરવા સીએમનું ફરમાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1