Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત સરકારે ‘હેટ ક્રાઇમ’ વધતા કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરી

ભારત સરકારે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો સહિત વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્‌વીટ કરીને જાહેર કર્યુ હતુ કે, ‘કેનેડામાં હેટ ક્રાઇમ, સેક્ટેરિયન વાયલન્સ અને ભારત વિરોધી ગતિવિધિઓની ઘટનાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વિદેશ મંત્રાલય અને કેનેડામાં અમારા ઉચ્ચ આયોગ વાણિજ્ય દૂતાવાસે આ ઘટનાઓને કેનેડાના અધિકારીઓ સામે રજૂ કરી છે અને તેની તપાસ સહિત કાર્યવાહી કરવા માટે માગણી કરી છે. હજુ સુધી આ ગુનેગારોને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા નથી.’ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની એડવાઇઝરીમાં વધુમાં કહેવામાં આવ્યુ હતુ કે, ‘ઉપર દર્શાવેલા ગુનાઓની ઘટનાઓમાં થતો વધારો ધ્યાને લેતા, ભારતીય નાગરિકો અને કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ, મુસાફરો / શિક્ષણ માટે કેનેડા જતા ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ સાવધાન રહે અને સતર્ક રહે. કેનેડામાં રહેનારા ભારતીય નાગરિક અને વિદ્યાર્થી ઓટાવામાં ભારતીય ઉચ્ચ આયોગ અથવા ટોરન્ટો તથા વેનકુંવરમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસની વેબસાઇટ અથવા મજજ પોર્ટલ દ્બટ્ઠઙ્ઘટ્ઠઙ્ઘ.ર્ખ્તદૃ.ૈહના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. રજિસ્ટ્રેશન જરૂરિયાતના અથવા આપાતકાલિન સમયમાં કેનેડામાં ભારતીય નાગરિકો સાથે સારી રીતે જોડાવા માટે ભારતીય ઉચ્ચ આયોગ અને મહાવાણિજ્ય દૂતાવાસને સક્ષમ બનાવશે.’ કેનેડામાં અલગતાવાદી ગતિવિધિઓ પર ભારત વિરોધી કરવામાં આવેલી ટિપ્પણીઓમાંથી એકમાં, વિદેશ કાર્યાલયે ગઈકાલે કહ્યુ હતુ કે, તેમને એક ‘ખૂબ જ આપત્તિજનક’ લાગે છે કે ચરમપંથી તત્વો દ્વારા રાજનીતિથી પ્રેરિત અભ્યાસ કરવા માટે એક મિત્ર દેશમાં મંજૂરી આપવામાં આવે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કેનેડામાં તથાકથિત ખાલિસ્તાન જનમત સંગ્રહ એ ‘ચરમપંથીઓ અને કટ્ટરપંથી તત્વો દ્વારા આયોજિત એક હાસ્યાસ્પદ આયોજન’ના રૂપમાં રજૂ કરતા કહ્યુ હતુ કે, ‘તમે બધા આ હિંસાના ઇતિહાસથી વાકેફ છો’. સ્ઈછની પ્રતિક્રિયા સાઉથ બ્લોકના ૩ રાજનૈતિક સંદેશ પછી સામે આવી હતી, તેમાં ૧૯ સપ્ટેમ્બરે કેનેડાના બ્રેમ્પટનમાં તથાકથિત ‘જનમત સંગ્રહ’ને રોકવા માટે ઓન્ટારિયો દ્વારા બહુ ઓછી કાર્યવાહી કરવામાં આવી હતી તેવું દેખાતું હતું, તેમાં પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતીય પંજાબને એક અલગ દેશ ના બનાવવો જોઈએ? કેનેડાએ કથિત રીતે કહ્યુ હતુ કે, તેમના નાગરિકોને ભેગા થઈને શાંતિપૂર્વક અને કાયદાકીય રીતે પોતાનો વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે. કેનેડાની સરકારે એવું પણ કહ્યુ હતુ કે, ‘તેઓ ભારતની સમપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરે છે અને તે કથિત રીતે જનમત સંગ્રહને માન્યતા નહીં આપે.’ ભારતીય વિદેશ મંત્રાલયે કથિત રીતે ખાલિસ્તાની જનમત સંગ્રહને લઈને કેનેડાની પ્રતિક્રિયા મામલે અસંતોષ જાહેર કર્યો હતો. એમઈએના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યુ હતુ કે, ભારત સરકાર આ મામલે કાર્યવાહી કરવા માટે કેનેડાની સરકાર પણ દબાણ બનાવવાનું ચાલુ રાખશે.

Related posts

ભારત-રશિયા વચ્ચે એસ-૪૦૦, અન્ય આઠ સમજૂતિ પર હસ્તાક્ષર

aapnugujarat

લોકો ભાજપને મત નહીં આપવાની વાત કરે છે ત્યારે દુઃખ થાય છે : મેનકા ગાંધી

aapnugujarat

सऊदी, यूएई सहित ४ अरब देशों ने कतर से तोड़े रिश्ते

aapnugujarat

Leave a Comment

URL