Aapnu Gujarat
મનોરંજન

એમી જેક્સન વધુ ફિલ્મો કરવા તૈયાર

હોટ અને સેક્સી સ્ટાર તરીકે ચર્ચામાં રહેલી અભિનેત્રી જેમી જેક્સન હવે સ્પર્ધામાં ટકી રહેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જેક્સન બોલિવુડમાં વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે પરંતુ તેને ભાષાની તકલીફ હજુ નડી રહી છે. આ તકલીફને દુર કરવા માટે તે તમામ પ્રયાસો પણ કરી રહી છે પરંતુ તે હિન્દી ભાષાને લઇને રહેલી તકલીફ સંપૂર્ણપણે દુર કરી શકી નથી.તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. સાથે સાથે કેરિયર પર પણ ધ્યાન આપી રહી છે જેતી તેના બોલિવુડમાં રહેલા શુભચિંતકો હવે તેને હિન્દી ભાષા પર પ્રભુત્વ મેળવી લેવાની સલાહ આપી રહ્યા છે. તેની પાસે અન્ય ફિલ્મો પઁણ હાથમાં છે. તેની કેરિયરમાં હાલમાં તે સૌથી મોટા સુપરસ્ટાર સાથે હાલમા કામ કરી રહી છે . એમી જેક્સનને બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. તેની પાસે આવી જ ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. અગાઉ નવાઝુદ્દીન જેવા મોટા અને કુશળ અભિનેતા સાથે ફિલ્મ મળ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ હતી. નવાજુદ્દીન બોલિવુડમાં તેની એÂક્ટગ કુશળતાના કારણે અલગ જગ્યા બનાવી ચુક્યો છે. તેની ચારેબાજુ નોંધ લેવામાં આવી રહી છે. હાલમાં તેની પાસે તમામ મોટા બેનરોની ફિલ્મો રહેલી છે.
સુપર સ્ટાર બોલિવુડ એમી જેક્સન પાસે તેની કેરિયરની સૌથી મોટી ફિલ્મ આવી ગઇ છે. જેમાં રજનિકાંતની ફિલ્મ ટુ ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મમાં દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા રજનિકાંતની સાથે સાથે અક્ષય કુમાર પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મના કારણે તેની કેરિયરમા નવા પ્રાણ ફુંકાઇ શકે છે. આ ફિલ્મ ૧૮મી ઓક્ટોબરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. અક્ષય કુમાર ફિલ્મમાં એક ખતરનાક વિલન તરીકે કામ કરી રહ્યો છે જે મોટા સમાચાર છે.

Related posts

તબ્બુની બે ફિલ્મ નવા વર્ષે રજૂ કરવામાં આવનાર છે : રિપોર્ટ

aapnugujarat

ઉર્વશી ક્રાઇમ થ્રિલરમાં મુખ્ય ભુમિકા જાેવા મળશે

editor

Saroj Khan passed away

editor

Leave a Comment

URL