Aapnu Gujarat
રમતગમત

સંજૂ સેમસનને ઈન્ડિયા એ ટીમનો કેપ્ટન બનાવાયો

ટી૨૦ વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં સંજૂ સેમસનને સ્થાન ન મળતા તેના ફેન્સ નારાજ હતા. પરંતુ હવે ભારતીય ક્રિકેટ બોર્ડે સંજૂ સેમસનને એક નવી જવાબદારી સોંપી છે. ન્યૂઝીલેન્ડ એ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ ૨૨ સપ્ટેમ્બરથી રમાવાની છે. આ સિરીઝ માટે ઈન્ડિયા એ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમનો કેપ્ટન સંજૂ સેમસનને બનાવવામાં આવ્યો છે. વિશ્વકપની ટીમમાંથી બહાર રહેલા સંજૂ માટે આ ખુશીના સમાચાર છે.
૨૨ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આ સિરીઝની તમામ મેચ ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ ૨૨, બીજી મેચ ૨૫ અને ત્રીજી મેચ ૨૭ સપ્ટેમ્બરે રમાશે. ઈન્ડિયા એમાં પૃથ્વી શો, રુતુરાજ ગાયકવાડ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર અને સંજૂ સેમસનને તક આપવામાં આવી છે.
ઈન્ડિયા એ ટીમ : પૃથ્વી શો, અભિમન્યુ ઈશ્વરન, રુતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટિદાર, સંજૂ સેમસન (કેપ્ટન), કેએસ ભરત, કુલદીપ યાદવ, શાહબાઝ નદીમ, રાહુલ ચાહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, નવદીપ સૈની, રાજ અંદગ બાવા.

Related posts

भारतीय महिला हाकी टीम ने जापान को हराकर जीता खिताब

aapnugujarat

मै अपने सर्वश्रेष्ठ प्रदर्शन से बहुत खुश हूं : कार्नवाल

aapnugujarat

भारत ने विंडीज को 7 विकेट से हराया, सीरीज क्लीन स्वीप

aapnugujarat

Leave a Comment

URL