Aapnu Gujarat
મનોરંજન

જસ્ટીન બીબેરના શોમાં સની લિયોન અને મલાઇકા પરફોર્મ કરશે

અમેરિકાના લોકપ્રિય પોપ સ્ટાર જસ્ટીન બિબેરના ભારતમાં યોજાનાર પ્રથમ કોન્સર્ટને લઇને બોલિવુડમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. જસ્ટીન બિબેરના પ્રથમ કોન્સર્ટમાં હાજરી આપવા માટે બોલિવુડના અનેક યુવા સ્ટાર ઉત્સુક દેખાઇ રહ્યા છે. જેમાં સ્ટાર બાળકોનો સમાવેશ થાય છે. જસ્ટીન બિબેરનો કાર્યક્રમ મુંબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ૧૦મી મેના દિવસે યોજાનાર છે જેમાં સોનાક્ષી સિંહા, સિદ્ધાર્થ મલહોત્રા, ટાઇગર શ્રોફ, દશા પાટણી, મલાઇકા અરોરા ખાન અને સની લિયોન હાજરી આપનાર છે. બોલિવુડના કલાકારોમાં ભારે ઉત્સાહ શોને લઇને જાવા મળે છે. બેબી સિંગરને લાઇવ સાંભળવા માટે તમામ કલાકારો ઉત્સુક છે. આયોજકોના નજીકના સુત્રોએ કહ્યુ છે કે શાહરૂખ ખાનના બાળકો આર્યન, સુહાના પણ હાજર રહેનાર છે. અક્ષય કુમારનો પુત્ર આરવ, સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી, ભાઇ અહાન, શ્વેતા બચ્ચન નંદાના પુત્રી નવ્યા, શ્રીદેવી અને બોની કપુરની પુત્રી જાહનવી, સેફ અલી ખાનની પુત્રી સારા, ભાઇ ઇબ્રાહિમ પણ ટિકિટ ખરીદી ચુક્યા છે. સાથે સાથે કોન્સર્ટમાં જવા માટે ઉત્સુક છે. એઆર રહેમાનના બાળકો પણ હાજરી આપનાર છે. જસ્ટીન બીબર પોતાના શો દરમિયાન તેના લોકપ્રિય ગીત રજૂ કરનાર છે. વેર આર યુ નાઉ, બોયફ્રેન્ડ, લવ યોરસેલ્ફ, એઝ લોંગ એઝ યુ લવ મી અને બેબી જેવા ગીત રજૂ કરનાર છે. હિટમેકર હાલમાં કોસ્ટા રીકા ખાતે પહોંચ્યો છે. તે ત્યા પરફોર્મ કરી રહ્યો છે. ત્રીજી મેના દિવસે તેનો કાર્યક્રમ ઇઝરાયેલમાં યોજાનાર છે. ત્યારબાદ છઠ્ઠી મેના દિવસે દુબઇમાં કાર્યક્રમ થશે. ત્યારબાદ ભારતમાં કોન્સર્ટ રહેશે. તેના શોની તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે. તેના શોમાં હાઉસફુલની Âસ્થતી રહે તેવી શક્યતા છે.

Related posts

નરગીસ રાજકુમાર રાવની સાથે ફિલ્મને લઇને ઉત્સુક

aapnugujarat

હવે પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કરશે

aapnugujarat

લવ રંજનની ફિલ્મ મુદ્દે રણબીર કપૂરે વિચારવાનું શરુ કર્યું..!

aapnugujarat

Leave a Comment

URL