Aapnu Gujarat
ટેકનોલોજી

આઈફોન ૧૪ આવ્યા બાદ એપલ અનેક જૂના મોડલ્સ બંધ કરશે

આઈફોન ૧૪ના લોન્ચ થવાની વિશ્વભરમાં ખૂબ જ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે પરંતુ તેના આવ્યા બાદ અનેક આઈફોન યુઝર્સને તડગો ઝટકો લાગી શકે છે. ઘણા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવી રહ્યું છે કે નવા આઈફોનઆવ્યા બાદ એપલ ઘણા વર્તમાન આઈફોનમોડલને બંધ કરી શકે છે. જો કે એપલએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ જો તમે હાલનું મોડલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડી સાવચેતી રાખજો નહીંતર તમારે પસ્તાવું પડી શકે છે. અનેક અહેવાલોએ સંકેત આપ્યા છે કે, એપલઆઈફોન ૧૪ના લોન્ચ બાદ જૂના આઈફોનખાસ કરીને આઈફોન ૧૧ બંધ કરી શકે છે પરંતુ હવે આ લિસ્ટમાં વધુ નામો ઉમેરવામાં આવ્યા છે. એપલપણ આવું એટલા માટે કરે છે જેથી નવા મોડલના વેચાણને અસર ન થાય. અહીં આઈફોનમોડલ છે જેના અસ્તિત્વ પર આઈફોન ૧૪ ના લોન્ચિંગ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
એક અહેવાલ પ્રમાણે એપલઆઈફોન ૧૧ને બંધ કરી શકે છે. કારણ કે, તે નવા આઈફોનએસઈ ૩ના વેચાણને અસર કરી શકે છે.
આ ઉપરાંત આઈફોન ૧૧ ૫જીને સપોર્ટ નથી કરતો. એક રિપોર્ટમાં પણ એવો દાવો કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, એપલકદાચ જ રિલીઝ ડેટ બાદ ૩ વર્ષથી વધુ સમય સુધી ફોન રાખે છે. આઈફોન ૧૧ને સપ્ટેમ્બર ૨૦૧૯માં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, એપલહવે તેને બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે.
છેલ્લા પેટર્નનું વિશ્લેષણ કરતા એ સૂચન આપવામાં આવે છે કે, એપલઆઈફોન ૧૩ પ્રોઅને આઈફોન ૧૩ પ્રો મેક્સને પણ બંધ કરી શકે છે.
૨૦૧૯માં પ્રો અને પ્રો મૈક્સ મોડલના લોન્ચ બાદથી એપલએ પોતાના કોઈ પણન વર્ઝનને વધુ સમય સુધી નથી રાખ્યું. સાથે જ નવા આઈફોન ૧૪માં આઈફોન ૧૩ પ્રોઅને આઈફોન ૧૩ પ્રોમેક્સના જ ચિપસેટ મળવાની આશા છે.
એપલકદાચ આઈફોન ૧૪ મિનિને નવા મોટા આઈફોન ૧૪ મેક્સઅથવા પ્લસની તરફેણમાં છોડવા નથી માંગતુ કારણ કે, મિની વર્ઝન ભૂતકાળમાં અપેક્ષિત વેચાણના આંકડાઓ આપવામાં નિષ્ફળ ગયું હતું. તેને ધ્યાનમાં રાખી એપલઆઈફોન ૧૨ મિનિને પણ બંધ કરી શકે છે. પરંતુ ભલે એપલઆમાંથી કોઈ પણ એક આઈફોનને બંધ કરી દે તો પણ તમે તેને વિભિન્ન ઓનલાઈન રિટેલર્સ અને ઈ-કોમર્સ વેબસાઈટ પર ત્યાં સુધી ખરીદી શકો છો જ્યાં સુધી સપ્લાઈ બંધ ન થઈ જાય.
એપલની ફ્લેગશિપ સીરિઝમાં આઈફોન ૧૨ પહેલો ૫જીફોન હતો. આ અગાઉ એપલએ ૪જીસેવાઓ આપવાનું ચાલું રાખ્યું હતું. એટલું જ નહીં આ આઈફોન ૧૨ સીરિઝમાં મીની આઈફોન જોવા મળ્યો હતો જેમાં સ્ટાન્ડર્ડ આઈફોન ૧૨ જેવા જ સ્પેસિફિકેશન હતા પરંતુ નાની સાઈઝમાં.

Related posts

त्योहारी सीजन में सैमसंग के उत्पादों की ग्राहकों में बढ़ी मांग

editor

ટ્રમ્પે ઓરેકલની સાથે ટીકટૉકની ડીલને મંજૂરી આપી

editor

देश में व्हाट्सएप के माध्यम से रकम भेजने पर नहीं लगेगा शुल्क : जुकरबर्ग

editor

Leave a Comment

UA-96247877-1