Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશમાં પૂરે મુશ્કેલી ઉભી કરી

ઓસ્ટ્રેલિયાના સિડનીનો ડેમ રાતોરાત છલકાતા શહેરમાં વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે, જેમાં ન્યૂ સાઉથ વેલમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, અહીં વરસાદના કારણે જીવનું જોખમ ઉભી થવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સના લોકો દરિયા કિનારા પાસે ન્યૂકેસ્ટલ અને બેટમેન્સ બેની વચ્ચે રહે છે, અહીંનું વાતાવરણ ઘણું જોખમી બની ગયું છે, જ્યારે આગામી ૨૪ કલાકમાં સ્થિતિ વધારે કપરી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
નોર્થ રિચમોન્ડમાં આવેલી હાવકેસબરી નદીમાં ભારે પૂરની સ્થિતિ છે, અગાઉના માર્ચ ૨૦૨૧, માર્ચ ૨૦૨૨ અને એપ્રિલ ૨૦૨૨ની જેમ આજે રાત્રે પણ પૂરની સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, અહીંનું વહીવટી તંત્ર પણ પૂરની સ્થિતિને જોતા એક્ટિવ થઈ ગયું છે અને જે વિસ્તારોમાં સ્થિતિ જીવલેણ બનવાની સંભાવના છે ત્યાંથી લોકોને દૂર જતા રહેવા માટેની સૂચના આપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદ થવાની અને પૂરની સ્થિતિની સાથે ભૂસ્ખલન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, અહીંથી ૯,૫૦૦ જેટલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે, ન્યૂ સાઉથ વેલ્સના લોકોને તાત્કાલિક જગ્યા છોડવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે આ કુદરતી આફત જીવલેણ સાબિત થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સિડનીના ન્યૂ સાઉથ વેલ્સમાં હજારો લોકો લો-લાઈંગ વિસ્તારમાં રહે છે, અને તેમના માટે પૂર જીવનું જોખમ ઉભું કરી શકે છે.
પૂરની સ્થિતિના કારણે કેમડેન, વોરોનોરા, ચિપ્પિંગ નોરટોન, જીયોરગેસ હોલ, લાન્સવેલ, મૂરેબેંક, વારવિક ફાર્મ, પેનરિથ અને ઈમુ પ્લેઈન્સ જેવા વિસ્તારોને જોડતા રસ્તાઓ પર પાણી ભરાઈ જાવાથી અને નુકસાન થવાની લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
પાછલા ૨૪ કલાકમાં સિડનીના ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતા લોકોના મદદ માટે ૧૪૦૦ જેટલા ઈમર્જન્સી ફોન આવી ગયા છે.
આ ફોન કૉલ બાદ હાથ ધરવામાં આવેલી ઈમર્જન્સી સર્વિસમાં ૨૯ લોકોને કપરી પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઘણાં વિસ્તારમાં ૮ ઈંચ જેટલો ભારે વરસાદ થયા બાદ આ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

Related posts

UKમાં ફેમિલી વિઝા માટે મિનિમમ સેલેરી એક સાથે નહીં વધે

aapnugujarat

દુબઈની ૮૪ માળની ઈમારતમાં આગ લાગતાં અફરાતફરીઃ કોઈ ખુવારી નહીં

aapnugujarat

चीन ने एंटी बैलिस्टिक मिसाइल का किया परीक्षण

editor

Leave a Comment

UA-96247877-1