Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં રાહુલ નાર્વેકરની જીત

મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપ અને સીએમ એકનાથ શિંદે જૂથના ઉમેદવાર રાહુલ નાર્વેકરે જીત મેળવી છે.
વિધાનસભામાં મત ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. વોટિંગમાં રાહુલ નાર્વેકરને બહુમતીનો આંકડો મળ્યો છે. રાહુલ નાર્વેકરની તરફેણમાં ૧૬૪ મત પડ્યા હતા. રાહુલ નાર્વેકરે વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વીને હરાવ્યા છે. રાજન સાલ્વી બહુમતીના આંકડા સુધી પણ પહોંચી શક્યા નથી. જો કે પહેલાથી જ એવી ધારણા હતી કે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં રાહુલ નાર્વેકર જીતશે. આંકડા તેમની તરફેણમાં હતા.
તમને જણાવી દઈએ કે રાહુલ નાર્વેકર મુંબઈની કોલાબા વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય છે. વર્ષ ૨૦૧૯ માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અગાઉ રાહુલ નાર્વેકર એનસીપી અને શિવસેના સાથે સંકળાયેલા છે.
જાણો લો કે રાહુલ નાર્વેકર કોલાબાના ધારાસભ્ય છે. બીજેપીમાં જોડાતા પહેલા તેઓ એનસીપી અને શિવસેના સાથે પણ ગાઢ સંબંધ ધરાવતા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ નાર્વેકર દ્ગઝ્રઁના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામરાજકે નાઈકના જમાઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૦ના એક વર્ષ પહેલા રાહુલ નાર્વેકર ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા અને હવે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા છે.
રાહુલ નાર્વેકર શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે પણ જોડાયેલા હતા. રાહુલ શિવસેના યુથ વિંગના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. રાહુલ નાર્વેકર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રાહુલના પિતા સુરેશ નાર્વેકર કાઉન્સિલર રહી ચૂક્યા છે. ૨૦૧૪માં રાહુલ નાર્વેકર શિવસેનામાં હતા. તે દરમિયાન તેમણે લોકસભાની ચૂંટણી લડવાનો દાવો રજૂ કર્યો હતો પરંતુ તેમને ટિકિટ મળી ન હતી.
શિવસેનાએ ટિકિટ માટે ઇનકાર કર્યા બાદ રાહુલ નાર્વેકર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. એનસીપીએ માવલ લોકસભા સીટ પરથી રાહુલ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ રાહુલને હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં રાહુલ ભાજપમાં જોડાયા હતા.
જણાવી દઈએ કે ગત મહાવિકાસ અઘાડી સરકારમાં કોંગ્રેસના નેતા નાના પટોલેના રાજીનામા બાદ ફેબ્રુઆરી ૨૦૨૧થી મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષનું પદ ખાલી હતું. મહારાષ્ટ્રમાં સરકાર બદલાયા બાદ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આજથી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બાદ હવે સોમવારે ફ્લોર ટેસ્ટ યોજાનાર છે.

Related posts

इसबार डिजिटल जन गणना की जाएगी : गृहमंत्री अमित शाह

aapnugujarat

जब पाकिस्तानी विमानों ने भारतीय यात्री विमान को घेर लिया!!!

aapnugujarat

મારી સરકાર ગબડાવી દેવાનાં પ્રયાસ થઈ રહ્યાં છે : કુમારસ્વામી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1