Aapnu Gujarat
રાષ્ટ્રીય

હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક : આપણે બીજાની ભૂલોમાંથી શીખવાનું છે

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના સભ્યોને ’સ્નેહ યાત્રા’ કરવા અને સમાજના બધા વર્ગો સુધી પહોંચવા કહ્યું. પીએમ મોદીએ હૈદરાબાદને ભાગ્યનગર જણાવ્યું. તેમણે કહ્યું કે, આપણે અગાઉની સરકારો અને બીજા પક્ષોની મજાક ઉડાવવાની નથી, પરંતુ તેમની ભૂલોમાંથી શીખવાનું છે. તેલંગણાના પાટનગર હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકના બીજી અને છેલ્લા દિવસે પીએમ મોદીએ પોતાનું સંબોધન કર્યું. પીએમએ આ દરમિયાન હૈદરાબાદને ભાગ્યનગર જણાવતા કહ્યું કે, તેને ભાગ્યનગર કહેવું એટલા માટે મહત્વપૂર્ણ છે કે, ભાજપના બાકી નેતા પણ તેનું નામ ભાગ્યનગર કરવાની વકીલાત કરી ચૂક્યા છે. પીએમએ કહ્યું કે, ’મુખ્યમંત્રી યોગીએ પણ તેને ભાગ્યનગર કહીને સંબોધિત કરી હતી.’ તે ઉપરાતં ભાજપની આ બેઠકમાં પીએમ મોદીએ પાર્ટીના બધા કાર્યકર્તાઓને સ્નેહ યાત્રા યોજવા કહ્યું છે, જેનાથી તે સમાજના દરેક વર્ગ સુધી પહોંચી શકે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે બેઠકમાં પીએમ મોદીએ કયા કયા સંદેશ આપ્યા તે અંગે જણાવ્યું. રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ’પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા. તેમણે આટલા પડકારો પછી પણ સારો કાર્યક્રમ આયોજિત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, હૈદરાબાદ ભાગ્યનગર છે, જે આપણા બધા માટે મહત્વ રાખે છે. સરદાર પટેલે હૈદરાબાદમાં એક ભારતનો પાયો નાખ્યો હતો, જેને તોડવાનો ઘણો પ્રયાસ થયો. હવે, ભાજપના ખભા પર એક ભારતથી શ્રેષ્ઠ ભારત બનવાની યાત્રાને પૂરી કરવાની જવાબદારી છે.’રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ’પીએમ મોદીએ દેશમાં ભાજપના ઝડપથી વિસ્તારનો ઉલ્લેખ કર્યો. તેમણે તેલંગણા, પશ્ચિમ બંગાળ, કેરળ જેવા રાજ્યોમાં બધા પાર્ટી કાર્યકર્તાઓના સાહસના ઘણા ગર્વથી વખાણ કર્યા.’ હૈદરાબાદમાં ભાજપની ૨ દિવસની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકમાં પીએમ મોદીએ ઘણી મોટી વાતો કરી તેમણે ઈશારા-ઈશારામાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ’જે પાર્ટીઓએ ભારતમાં લાંબા સમય સુધી શાસન કર્યું, તેના હાલ આપણે જોઈ રહ્યા છીએ.
આપણે તેમની મજાક નથી ઉડાવવાની, પરંતુ તેમની ભૂલોમાંથી શીખવાનું છે.’પીએમ મોદીએ કહ્યું કે, ’વંશવાદી રાજનીતિ, વંશવાદી રાજકીય પક્ષોથી દેશ કંટાળી ગયો છે. આવી પાર્ટીઓ માટે લાંબા સમય સુધી ટકવું મુશ્કેલ છે.’ તે ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, ’વિપક્ષી પાર્ટીઓ આપણી લોકશાહી શાખ પર સવાલ ઉઠાવે છે. હું પૂછું છું કે, તેમના સમયમાં લોકશાહીની શું સ્થિતિ હતી.’
ઉલ્લેખનીય છે કે, ૩ જુલાઇ)ના રોજ હૈદરાબાદમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરી.
પીએમએ સંબોધનમાં હૈદરાબાદને ભાગ્યનગર કરીને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ભાગ્યનગરમાં જ સરદાર પટેલે ’એક ભારત શ્રેષ્ઠ ભારત’નો નારો આપ્યો હતો. અમારી એક જ વિચાર ધારા છે- નેશન ફર્સ્ટ, અમારો એક જ કાર્યક્રમ છે- તુષ્ટિકરણ ખતમ કરી અમે તૃપ્તિકરણનો રસ્તો અપનાવ્યો.
આ પહેલાં તેમણે બેઠકમાં એનડીએની રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની ઉમેદવારીની પ્રશંસા કરી અને તેને ઐતિહાસિક ગણાવી. તેલંગાણાના હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે પીએમની ટિપ્પણી સામે આવી છે. એએનઆઇના અનુસાર પીએમએ દ્રૌપદી મુર્મૂની વિનમ્ર શરૂઆત અને જીવનભર તેમના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ પાર્ટી કેડર સાથે લોકોની વચ્ચે તેમના જીવનના સંઘર્ષ અને સાદગી પર ભાર મુકવા કહ્યું. પીએમ મોદીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યોને એ પણ કહ્યું કે જો ૧૮ જુલાઇના રોજ થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂ ચૂંટાય છે તો દેશની પ્રથમ આદિવાસી મહિલા અધ્યક્ષ બનવા માટે દેશ માટે સન્માનની વાત છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જીવનભર સંઘર્ષ કરવા છતાં દ્રૌપદી મુર્મૂ તે પ્રાપ્ત કરવામાં અસફળ ન થઇ જેના માટે તે ઉભી રહી. તેમણે એ પણ કહ્યું કે દ્રૌપદી મુર્મૂએ જીવનભર સમાજના તે વર્ગના ઉત્થાન માટે કામ કર્યું. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ રાષ્ટ્રપતિ ચૂંટણી ૨૦૨૨ માટે જ્યારે એનડીએ ઉમેદવારના રૂપમાં દ્રૌપદી મુર્મૂનું નામ જાહેર કર્યું હતું, ત્યારે પીએમ મોદીએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ (દ્રૌપદી મુર્મૂ) ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે એક ’મહાન રાષ્ટ્રપતિ’ બનશે. દ્રૌપદી મુર્મૂજીએ પોતાન સમાજની સેવા અને ગરીબો, દલિત લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત કરી દીધું છે. તેમની પાસે સમૃધ્ધ વહિવટી અનુભવ છે અને તેમનો કાર્યકાળ ઉત્કૃટ રહ્યો છે.

Related posts

सिख शहीदों को आतंकी बताने की हरसिमरत ने भूल की : जी.के

aapnugujarat

उमर अब्दुल्ला ने मध्य प्रदेश में सरकारी नौकरियों के फैसले पर कहा : अचंभे की कोई बात नहीं

editor

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં નાણાં નથી આપતી બેેંક, આરબીઆઇ નાંખે છે રોડા : ગડકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1