Aapnu Gujarat
ગુજરાત

હાલોલના જાંબડી ગામમાં પિતાએ પુત્રની હત્યા કરી

આજકાલ લોકોને સહનશક્તિ રહી નથી અને નાની નાની બાબતોમાં લોકો આવેશમાં આવી કોઈ અનહોની કરી નાંખે છે અને પછી પછતાય છે ત્યારે હાલોલના જાંબુડી ગામે નજીવી બાબતે યુવાનની હત્યાની ઘટનાની પોલીસ કાર્યવાહી પુરી થાય તે પહેલાં હાલોલ તાલુકાના પાંચ ખોબલા ગામે પિતાએ પુત્રની હત્યા કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં કામ ધંધો ન કરતા પુત્ર અને પિતા વચ્ચે તકરાર થતાં ઉશ્કેરાયેલા પિતાએ આવેશમાં આવી પુત્રના માથા તેમજ મોઢાના ભાગે લાકડાના ઉપરા છાપરી ફટકા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ પુત્રનુ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. હાલોલ રૂરલ પોલીસ મથકે પિતા સામે હત્યાની ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી પીઆઇ આર.એ જાડેજાએ તપાસ હાથ ધરી પુત્રની હત્યાના આરોપી પિતાને ઝડપી પાડી કોરોના ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી છે.હાલોલ તાલુકાના પાંચ ખોબલા ગામમાં રહેતા કનુભાઈ મણિલાલ બારીયાનો ૩૮ વર્ષીય પુત્ર સંજય કનુભાઇ બારીયા કામ ધંધો કરતો ન હોવાથી પિતા ઠપકો આપતાં સંજય અપશબ્દો બોલતો હતો. જેમાં મંગળવારની સંજય અને તેના પિતા કનુભાઈ વચ્ચે આ બાબતને લઈને ઝઘડો તકરાર સાથે ગાળાગાળી થવા પામી હતી. તું કોઈ કામ ધંધો કરતો નથી તેમ કહી ઠપકો આપતા પલંગમાં સૂતા સૂતા સંજયે કનુભાઈ સામે બોલતા ઉશ્કેરાયેલા કનુભાઈએ આવેશમાં આવી જઈ નજીકમાં પડેલ લાકડાનો હાથો હાથમાં લઇ પલંગ પર સુઈ રહેલા સંજયના માથા તથા મોઢાના ભાગે ઉપરાછાપરી ફટકા મારી દેતા સંજય લોહીલુહાણ થઇ ગયો હતો. સંજયે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. પુત્રને મારમારીને પિતા કનુભાઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સંજયને સારવાર માટે તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે મોડી રાત્રે સંજયને રીફર કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ સંજયનું મોત નીપજ્યું હતું. સંજયનું મોત થતા બનાવ અંગે સંજયની માતા સુરજબેને પતિ કનુભાઇ બારીયા વિરુદ્ધ હાલોલ રૂરલ પોલીસ મથકે હત્યાનો ગુન્હો નોંધાવતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાની ચકચારી ઘટનાની તાલુકામાં ચોરેને ચૌટે ચર્ચાઓ ચાલી રહી હતી. પિત ના હાથે એકના એક પુત્ર ની હત્યા થી પિતા ને જેલવાસ જવાનો વારો આવ્યો તો બીજી તરફ ઘટનાની કરુણતા જેની સાથે અગ્નિ સમક્ષ જીવવા મરવા ના સાત ફેરા લીધા હતા એજ અર્ધાંગિની ને પતિ સામે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે હત્યા થતા માતા ને પુત્ર સાથે પતિ પણ ગુમાવ્યો જયારે એક લોતી બેન ની કમનસીબી રાખી બાંધવા ભાઈ ના રહ્યો ને પિતા ની છત્ર છાયા દૂર થઈ ગઈ હાલ માતા પિતા સામે ફરિયાદી બની છે ગમે તે સ્થિતિ હોય માં નું કર્તવ્ય નું સ્થાન કોઈ લઇ નથી શકતું માં ની લાગણી સામે પથ્થર ને પણ ઓગળી જવું પડે છે હવે આ ઘટના માં જોવું રહ્યું કે એક તરફ પુત્ર ને ન્યાય બીજી તરફ પતિ પ્રત્યે નો પ્રેમ આખરે કેવા પરિબળો સર્જાય છે તે સમય જ નક્કી કરી શકશે.

Related posts

સાબરકાંઠામાં વાતાવરણ પલટો

aapnugujarat

નર્મદા જિલ્લામાં યોજાનારા કલા મહાકુંભ-૨૦૧૭ અન્વયે તા. ૧૭ મી જુલાઇ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ

aapnugujarat

वाहन में लिफ्ट मांगकर लूट करती दो महिला की गिरफ्तारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1