Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખેડુતોને સરકારે પીએમ કિસાન યોજનાનું કેવાયસી માટે સમય આપ્યો

પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂતોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે જેઓ ગરીબ છે. માત્ર સીમાંત અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળે છે. જો તમને ૧૦,૦૦૦ રૂપિયાથી વધુનું પેન્શન મળે છે અને કોઈ વ્યક્તિ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે, તો તે પણ આ સ્કીમનો લાભ લઈ શકશે નહીં. આ સાથે એક પરિવારમાં માત્ર એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે.કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે ચલાવવામાં આવતી સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે. આ યોજના દ્વારા કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને દર વર્ષે ૬,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ યોજના દ્વારા આપવામાં આવતી નાણાકીય મદદ સરકાર દ્વારા એક વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, પરંતુ હવે આ યોજના માં નોંધણીના નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે તમામ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરતી વખતે તેમના રેશનકાર્ડની માહિતી પણ શેર કરવાની રહેશે. પીએમ કિસાન યોજનામાં થતી છેતરપિંડી રોકવા માટે સરકારે આ મોટો ફેરફાર કર્યો છે. હવે તમારે રજીસ્ટ્રેશન કરતી વખતે રેશન કાર્ડ પણ અપલોડ કરવા પડશે, અન્યથા તમને આગામી હપ્તાનો લાભ મળશે નહીં. આ સાથે સરકારે યોજનાનું ઈ-કેવાયસી કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. પીએમ કિસાન યોજના હેઠળ, તમારે તમારા રેશન કાર્ડની પીડીએફ કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આ સાથે આધાર કાર્ડ, ખતૌની, બેંક પાસબુક વગેરેની હાર્ડ કોપી જમા કરાવવાની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી છે. આ પછી તમારે ફક્ત રોશન કાર્ડ અપલોડ અને ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ પછી તમને આ યોજનાનો લાભ મળવા લાગશે. સરકારે ખેડૂતોને ી-દ્ભરૂઝ્ર મેળવવા માટે ૩૧ જુલાઈ ૨૦૨૨ સુધીનો સમય આપ્યો છે. જે ખેડૂતોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમને ૧૧મા હપ્તાનો પણ લાભ મળ્યો નથી. આ રીતે, જો તમે દ્ભરૂઝ્ર ન કર્યું હોય, તો શક્ય તેટલું જલ્દી કરો.

Related posts

महाराष्ट्र में शिवसेना-बीजेपी के बीच खींचतान का विपक्ष ले रहा आनंद

aapnugujarat

સટ્ટાબજારમાં તેજી : એનડીએ ૩૦૦થી વધુ બેઠકો જીતશે

aapnugujarat

ડેરા દ્વારા આત્મઘાતી ટુકડી પણ તૈયાર કરાઇ રહી હતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1