‘‘સદસ્યતા અભિયાન’’ અંતર્ગત ‘‘ઘર ઘર સંપર્ક’’ ના સંકલ્પ સાથે જૂનાગઢ મહાનગરથી ‘‘સદસ્યતા અભિયાન રથ’’ ને ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમન વાજાની આગેવાનીમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું તેમજ ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં મિસકોલના માધ્યમથી બહોળી સંખ્યામાં સદસ્યતા નોંધણી કરાવવા માટેનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતાં. કાર્યક્રમમાં ઘરે ઘરે જઈને સદસ્યો બનાવવામાં આવ્યાં હતાં તેમજ અનુસુચિત જાતિ વિસ્તારમાં પંચશીલનું માનચિત્ર લગાવવામાં આવ્યં હતું અને સરકારે અનુસૂચિત જાતિ સમાજના હિતમાં જે નિર્ણય લીધા તેની માહિતી આપવામાં આવી હતી અને વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત જુનાગઢના પ્રથમ નાગરિક મેયર ગીતા પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુ મણવર, પ્રદેશ સહ કાર્યાલય મંત્રી મૌલિક જાદવ, પ્રદેશ કારોબારી સદસ્ય અને જૂનાગઢ મહાનગર મોરચાના પ્રભારી વિપુલ સોસા, મહાનગર મોરચા અધ્યક્ષ કારાભાઈ રાણવા, મહામંત્રી પ્રદીપ વાઘેલા, વિજય દાફડા, શહેર મોરચાની ટીમ, અનુસૂચિત જાતિ સમાજના ચુંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
આગળની પોસ્ટ