Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભાજપની કોર્ડિનેશન કમિટીની બેઠક

ભાજપ તરફથી જે.પી નડ્ડા અને રાજનાથ સિંહને અન્ય પક્ષો સાથે ચર્ચા કરવા માટેની જવાબદારી શોપી છે. બને નેતા અન્ય પક્ષો સાથે ચર્ચા કરીને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સહમતિ બનાવવા માટે પ્રયાસ કરશે. ભાજપે જલશક્તિમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવાતને ચૂંટણી મેનેજમેન્ટ કમિટીના સંયોજક બનવામાં આવ્યા છે. ભાજપના મહાસચિવ વનોદ તાવડે, સીીટી રવિને પણ કમિટી સહ સહયોજક બનાવામાં આવ્યા છે. આ ટીમમાં જી. કિશન રેડ્ડી, અશ્નિની વૈષ્ણવ એ સર્બાનંદ સોનેવાલનો પણ સમાવેશ કવરામાં આવ્યો છે. આ સિવાય કેન્દ્રીય મંત્ર અર્જુન રામ મેઘવાલ, ભારતી પવાર, તરૂન ચુંગ, ડકે અરૂણ, રિતુરાજ સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ મહિલા મોર્ચાના અધ્યક્ષ વનથી શ્રીનિવાસ, લોકસભા સાસંદ ડૉકટર રાજદીપ રૉય, ભાજપાના કેન્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી મહિતી મૂજબ દરેક સભ્યોને તેમની જવબાદરી વિશે વિસ્તારથી જણાવામાં આવશે. ૧૪ સભ્યોની કમિટીને અળગ અલગ જવાબદરી શોપવામાં આવશે. જે અલગ અલગ રાજ્યો સાથે કોર્ડિનેશન કરશે. વિરોધ પક્ષ તરફથી રાષ્ટ્રપતિની નામની જાહેરાત કરવામાં નથી. આવી. રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૮ જૂલાઇના રોજ થશે. ૨૧ જુલાઇના રોજ મતગણતરી થશે. ભાજપ તરફથી અત્યાર સુધી કોઇ જ નામની પસંદગી કરવામાં આવી નથી. પરંતુ સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે, યૂપીની રાજ્યપાલ આનંદીબેન પટેલ બની શકે છે દેશના રાષ્ટ્રપતિ.ભારતીય જનતા પાર્ટીની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને આજે મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં પાર્ટીના ટોચના નેતાઓ પણ હાજર રહેશે અને રાષ્ટ્રપતિ પદ માટે નામ પર ચર્ચા કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આ બેઠખની અધ્યક્ષતા કરશે. જેમા રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જે.પી નડ્ડા સિવાય રક્ષા મત્રી રાજના સિંહ પણ ઉપસ્થિત રહેશે. જેમને પાર્ટીએ રાષ્ટ્રપતિ ચૂંટણીની જવાબદારી શોપી છે. ભાજપ અન્ય પક્ષો સાથે સહમતિ બનાવને લઇને પણ ચર્ચા કરશે. પાર્ટી દ્વારા અન્ય રાજ્યના સહયોગી સાથે સમન્વય બનાવા માટે ૧૪ સભ્યો કૉર્ડિનેશન કમેટીનું પણ ગઠન કર્યુ છે.

Related posts

સિક્કિમ સરકાર દ્વારા ૧ ઓગસ્ટ સુધી લંબાવાયુ લોકડાઉન

editor

ભારતના ચંદ્રયાન-૨ને ઓસ્ટ્રેલિયામાં લોકો એલિયન સમજી ડરી ઊઠ્યા..!!

aapnugujarat

કેન્દ્રએ ખેડૂતોનાં ખાતામાં ૪૯,૯૬૫-કરોડ ટ્રાન્સફર કર્યા

editor

Leave a Comment

UA-96247877-1