Aapnu Gujarat
ગુજરાત

અમેરિકામાં ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા

આણંદ જિલ્લાના મુળ સોજીત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાં સ્થાઈ થયા હતા. ત્યારે અમેરિકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વીનિયન્સ સ્ટોરમાં તેઓ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા શખ્સોએ ગોળીઓ વરસાવી હતી. જે ગોળીબારમાં બે કામદારો મોતને ભેટ્યા હતા. આ અંગે ઘટનાની જાણ થતા ક્લિન ક્રીક પાર્કવેના ૧૪૦૦ બ્લોક પર કન્વીનિયન્સ સ્ટોર પર પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા સ્ટોરની અંદર બે લોકો બંદૂકની ગોળીઓથી પીડાતા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ તેઓના મોત થયા હતા. આ મૃતક યુવકમાં એક મુળ આણંદનો વતની પ્રેયસ પટેલ હોવાનું સામે આવ્યું હતું તેમજ એક લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કિલન ક્રીક પાર્કવેના ૧૪૦૦ બ્લોકમાં રાત્રે ૧૧ઃ૫૦ વાગ્યાની આસપાસ અધિકારીઓએ એક શંકાસ્પદ પરિસ્થિતિનો જવાબ આપ્યો હતો. આ ફેયરવે પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે છે. જ્યાં કોઈ અજાણ્યા લૂંટારૂ દ્વારા ૭ ઇલેવન નામની દુકાનમાં બે વ્યક્તિઓની ગોળી મારી હત્યા કરી દીધી હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ઝીણવતપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ જ્યારે પહોંચી, ત્યારે લૂંટારૂએ બે લોકોને બંદૂકની ગોળીથી ઘાયલ કર્યા હતા. જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર મૃત થયું હોવાનું ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના ૫૨ વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના ૩૫ વર્ષીય લોગન એડવર્ડ થોમસ હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બંનેનંગ મૃત્યુ થયું હતું. હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેમજ સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે. પટેલ એક ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા. જેમણે સમાજ માટે શક્ય તેટલું બધું કર્યું હતું. તેઓ તેમના કર્મચારીને બચાવવા જતા તે મૃત્યુ પામ્યા હતા. તે સમુદાયનો આદર કરતો હતો અને અહીં આસપાસના દરેક વ્યક્તિ તેનો આદર કરે છે, તે માણસ સાથે આવું થવાનું કોઈ કારણ ન હતું. આ કેસમાં અન્ય કોઈ માહિતી આ સમયે બહાર પાડવામાં આવી નથી, પરંતુ ડબ્લ્યુએવીવાયના એન્ડી ફોક્સ વધુ જાણકારી માટે કામ કરી રહ્યા છે. પોલીસ વડા સ્ટીવ ડ્રુ ગોળીબારની ઘટનાની માહિતી મેળવવા પ્રયત્ન કરશે. સમગ્ર ઘટના અંગે પોલીસનું માનવું છે કે, એક વ્યક્તિએ સ્ટોરમાં હાજર બંને પીડિતોને ગોળી મારી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે, ત્યાં સર્વેલન્સ વીડિયો છે જેને તેઓ હાલમાં ગોળીબારના સંદર્ભમાં મુખ્ય પુરાવા રીતે જોઈ રહ્યા છે અને તેનો ઝીણવપૂર્વક અભ્યાસ કરી આખો ઘટનાક્રમ પર તપાસ કરી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી યુવાનોની લૂંટના ઇરાદે હત્યા કરાતી હોવાના બનાવો વારંવાર બનતાં રહે છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. મુળ સોજિત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં સ્થાઇ થયાં હતાં. આ ઘટનાની જાણ થતાં આણંદ ખાતે રહેતા તેમના પરિવારજનો અને ચરોતરમાં શોક મગ્ન માહોલ ઉભો થયો છે. મૃતકના નાનાભાઇ અને વિદ્યાનગર ભાજપ શહેર પ્રમુખ તેજસ પટેલ સહિતના કેટલાક પરિવારજનો અમેરિકા જવા રવાના થયાં હતાં. સોજિત્રાના નવાઘરામાં રહેતા અને વિદ્યાનગર રહેતા દેવાભાઈના પુત્ર પ્રેયસનું હુલામણું નામ ચીકો હતો. તે અમેરિકાના ન્યુ પોર્ટ વર્જિનીયા ખાતે રહેતા હતાં. જ્યારે અમેરિકામાં તેમને પિટરના નામે ઓળખતાં હતાં.અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. મૂળ આણંદના વતનીની પોઈન્ટ બ્લેન્કથી ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે. લૂંટના ઈરાદે ત્રાટકેલા શખ્સોએ ગુજરાતી યુવકની હત્યા કરી છે. જેને લઈ આણંદમાં રહેતો તેમના પરિવારોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે.

Related posts

गुजकोटॉक कानून के खिलाफ हाइकोर्ट में याचिका दाखिल

editor

गुजरात के अशांतधारा कानून को मंजूरी

editor

કાંકરિયા કાર્નિવલમાં ૨૫ લાખ પ્રવાસી પહોંચ્યા

aapnugujarat

Leave a Comment

URL