Aapnu Gujarat
શિક્ષણ

ગુજરાત યુનિવર્સિટી શરૂ કરશે ઓનલાઇ ડિગ્રી કોર્ષ

કોરોના કાળ બાદ ઓનલાઈન એજયુકેશન એક ક્રાંતિના રૂપે ઉભરીને સામે આવ્યું છે. તેમાંય હવે ઘણા વિધાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં વધુ રસ પડ્યો છે. ત્યારે જે વિધાર્થીઓ ઓનલાઈન ડિગ્રી કોર્સ કરવા માંગે છે તેઓ માટે મહત્વના સમાચાર ગુજરાત યુનિવર્સિટીમાંથી સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે ઓનલાઈન ડિગ્રી માટે કોર્ષ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે માટે આગામી સપ્ટેમ્બર માસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ત્યારે ક્યાં ડિગ્રી કોર્સ ઓનલાઈન થઈ શકશે તે જાણવું પણ એટલું જ આવશ્યક છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે ઓનલાઈન ડિગ્રી માટે કોર્ષ શરૂ કરવા જઈ રહી છે. જે માટે ૧૦ પીજી અને ૩ યુજીના અભ્યાસક્રમમાં ઓનલાઇન ડિગ્રી આપવાની શરૂઆત કરવામાં આવશે. અન્ડર ગ્રેજ્યુએટના કોર્ષમાં બી.સી.એ., બી.એ. અને બી.કોમ. જેવા અભ્યાસ માટે ઓનલાઇન ડિગ્રી આપવાની શરૂઆત કરાશે. પોસ્ટ ગ્રેજ્યુએટના કોર્ષમાં ફોરેન્સિક, સાઇબર સિક્યોરિટી, એન્વાયરમેન્ટલ સાયન્સ, ક્લાઈમેટ ચેન્જ, હિસ્ટ્રી, ઇકોનોમિક્સ જેવા વિષયમાં ઓનલાઇન ડિગ્રી આપવામાં આવશે. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન ડિગ્રી આપતી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બનશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન પોલીસી મુજબ નેશનલ ઇન્સ્ટિટ્યૂશન રેન્કિંગ ફ્રેમવર્કમાં ટોપ ૧૦૦ સંસ્થામાં સ્થાન ધરાવતી દેશની સંસ્થાઓ ઓનલાઇન ડિગ્રી માટે કોર્ષ શરૂ કરી શકે છે. ઓનલાઇન ડિગ્રીના કોર્ષમાં જે વિદ્યાર્થીઓ જોડાશે, એમણે ક્યારેય ફિઝિકલ હાજરી આપવાની જરૂર નહીં પડે. ઓનલાઈન ડિગ્રી માટે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઓનલાઇન માટેના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પ્રવેશ માટેની તમામ ગાઈડલાઈન જાહેર કરાશે. ઓનલાઈન ડિગ્રી કોર્સનો ફાયદો એ પણ છે કે, વિદ્યાર્થી કોઇપણ સ્થળેથી અભ્યાસ સાથે જોડાઈ ડીગ્રી મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મહત્વનુ છે કે, અત્યાર સુધી ઓફલાઇન મોડમાં યુજી, પીજીના અભ્યાસ ક્રમ બાદ વિધાર્થીઓ ડિગ્રી મેળવી શકતા હતા. પરંતુ યુનિવર્સિટીના આ ઓનલાઈન ડિગ્રીના આ ક્રાંતિકારી પગલાથી આગામી દિવસોમાં વિધાર્થી કોઈપણ પ્રકારનો સમય બગડ્યા વગર ઓનલાઈન ડિગ્રીનો લાભ લઇ શકશે.

Related posts

આરટીઇ : પ્રવેશ માટે ૪૧ રિસીવીંગ સેન્ટર બનાવાશે

aapnugujarat

માર્કશીટમાં નામને લઇ ભૂલ સુધારવા ૫૦૦ ભરવા પડશે

aapnugujarat

રાધનપુરની શ્રી બી.જે.ગઢવી કોલેજમાં ‘શિક્ષણમાં કોમ્પ્યુટર’નો વિનિયોગ વિષય પર વિહંગાવલોકન યોજાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1